રાણાવાવ ખાતે કુપોષિત બાળકોના નિદાન, તબીબી તપાસ અને માર્ગદર્શન કેમ્પ યોજાયો
પોરબંદર, 05 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના રાણાવાવ ખાતે કુપોષણ મુક્ત ભારત અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ અને સંકલિત બાળ વિકાસ યોજના (આઈસીડીએસ) વિભાગ, જિલ્લા પંચાયત કચેરી પોરબંદરના સંયુક્ત ઉપક્રમે કુપોષિત બાળકોના નિદાન, તબીબી
રાણાવાવ  ખાતે  કુપોષિત  બાળકોના  નિદાન, તબીબી  તપાસ  અને  માર્ગદર્શન  કેમ્પ   યોજાયો


રાણાવાવ  ખાતે  કુપોષિત  બાળકોના  નિદાન, તબીબી  તપાસ  અને  માર્ગદર્શન  કેમ્પ   યોજાયો


પોરબંદર, 05 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના રાણાવાવ ખાતે કુપોષણ મુક્ત

ભારત અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ અને સંકલિત બાળ વિકાસ યોજના (આઈસીડીએસ) વિભાગ, જિલ્લા પંચાયત કચેરી પોરબંદરના સંયુક્ત

ઉપક્રમે કુપોષિત બાળકોના નિદાન, તબીબી

તપાસ તથા વાલીઓને જરૂરી માર્ગદર્શન આપવાના હેતુથી વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન

સામુહિક આરોગ્ય કેન્દ્ર, રાણાવાવ ખાતે કરવામાં આવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરીના

માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મહેતા અને આઈસીડીએસ વિભાગના

અધિકારી ડો. ચંદ્રમણિકુમારના સંકલનથી યોજાયેલા આ કેમ્પમાં રાણાવાવ તાલુકાના

કુલ 76

બાળકોની તબીબી તપાસ કરવામાં આવી હતી.

કેમ્પ દરમિયાન બાળરોગ નિષ્ણાત ડો. વિધી કડછા

દ્વારા બાળકોની વિગતવાર તબીબી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત બાળકોના આરોગ્યની

સ્થિતિનું યોગ્ય નિદાન થઈ શકે તે માટે એક્સ-રે, લેબોરેટરી રિપોર્ટ, લોહીના

સેમ્પલ, વજન, ઊંચાઈ સહિતની જરૂરી તપાસ અને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK)ની બે ટીમો દ્વારા પણ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.

આઈસીડીએસ વિભાગ દ્વારા કેમ્પમાં ઉપસ્થિત તમામ

બાળકોને પૌષ્ટિક આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને સુખડી પણ આપવામાં આવી

હતી. તબીબી તપાસની સાથે બાળકોના વાલીઓને કુપોષણના કારણો, પૌષ્ટિક આહારનું મહત્વ, બાળકોની યોગ્ય સંભાળ, સ્વચ્છતા તથા નિયમિત આરોગ્ય તપાસ અંગે

જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કુપોષિત બાળકોને વધુ સારી

સારવાર અને પોષણ મળી રહે તે હેતુથી સામુહિક આરોગ્ય કેન્દ્ર, રાણાવાવ ખાતે ભોજન સહિતની જરૂરી

વ્યવસ્થાઓ ધરાવતું બાલ કેન્દ્ર કાર્યરત છે. કેમ્પ દરમિયાન તપાસમાં જે બાળકોને

વિશેષ પોષણ અને તબીબી સંભાળની જરૂરિયાત જણાશે તેવા બાળકોને જરૂરિયાત મુજબ બાલ

કેન્દ્રમાં દાખલ કરી જરૂરી સારવાર અને પોષણ પૂરું પાડવામાં આવશે.

આ સમગ્ર કેમ્પનું સફળ આયોજન સામુહિક આરોગ્ય

કેન્દ્ર, રાણાવાવના અધિક્ષક ડો. રાતડીયા તથા

તેમની સમગ્ર આરોગ્ય ટીમની જહેમત અને સંકલનથી કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ

અને આઈસીડીએસ વિભાગના સંયુક્ત પ્રયાસો દ્વારા તાલુકામાં કુપોષણ ઘટાડવા તથા બાળકોના

સ્વસ્થ અને તંદુરસ્ત ભવિષ્યના નિર્માણ માટે આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી

રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande