ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક સંપન્ન
પ્રાચી મુકામે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્ય સભાના સાંસદ માનસિંહ ભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા ગીર સોમનાથ 5 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક પ્રાચી મુકામે ભારે ઉત્સાહ અને ભવ્ય વાતાવરણમાં મળી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં સ
કારોબારી બેઠક પ્રાચી મુકામે રાજ્ય સભાના સાંસદ માનસિંહ ભાઈ પરમાર ઉપસ્થિતિમાં


પ્રાચી મુકામે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્ય સભાના સાંસદ માનસિંહ ભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા

ગીર સોમનાથ 5 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક પ્રાચી મુકામે ભારે ઉત્સાહ અને ભવ્ય વાતાવરણમાં મળી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા તેમજ આગામી કાર્યયોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ માનસિંગભાઈ પરમાર, જિલ્લા પ્રભારી ભરતભાઈ મેર, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજયભાઈ પરમાર અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડ વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ અવસરે બક્ષીપંચ મોરચાના પ્રમુખ ડી.કે. નિમાવત ના અધ્યક્ષ સ્થાને કારોબારી માં જિલ્લા મહામંત્રી અનિલભાઈ જેઠવા, ભરતભાઈ વાળા, ઉપ પ્રમુખ શિલ્પાબેન ખુટડ, હાર્દિકશસિંહ ઝાલા, બક્ષીપંચ મોરચા ના જિલ્લા મહામંત્રી મુકેશભાઈ દેવળિયા, બક્ષીપંચ મોરચા ના જિલ્લા મહામંત્રી રસિક ચાવડા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન મસરીભાઈ રાઠોડ , વેરાવળ નગરપાલિકાના પ્રમુખ નરેશભાઈ ગોહિલ અને ઉપપ્રમુખ હેમીબેન જેઠવા,સહિત જિલ્લા બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્યો, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના સભ્યો અને તમામ મંડળના બક્ષીપંચ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સચોટ સંચાલન જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી રસિક ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande