
ભાવનગર 6 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા રેલ મુસાફરોને વધુ સારી અને સુગમ મુસાફરીની સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં રાણપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે લિફ્ટ સેવા શરૂ કરવામાં આવી છે.
મંડળ રેલ પ્રબંધક, ભાવનગર દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ તથા વરિષ્ઠ મંડળ વિદ્યુત ઇજનેર પ્રદીપ કુમાર ગુપ્તાની દેખરેખમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ લિફ્ટ શરૂ થવાથી ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો તેમજ ચાલવા-ફરવામાં મુશ્કેલી અનુભવતા મુસાફરોને પ્લેટફોર્મ સુધી આવવા-જવામાં ઘણી સુવિધા મળશે. આથી મુસાફરોની અવરજવર વધુ સરળ અને સુગમ બનશે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ભાવનગર મંડળ રેલ મુસાફરોને સુરક્ષિત, સુવિધાજનક અને વધુ સારો મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં રાણપુર રેલવે સ્ટેશન પર અંદાજે રૂ. 50 લાખના ખર્ચે લિફ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનાથી મુસાફરોને વિશેષ લાભ મળશે.
મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ મુસાફરોને આ નવી સુવિધાનો વધુમાં વધુ લાભ લેવા તેમજ સ્ટેશન પરિસરમાં સ્વચ્છતા જાળવવામાં રેલવે પ્રશાસનને સહયોગ આપવા અપીલ કરી છે.
ભાવનગર મંડળ મુસાફરોની સુવિધા, સરળ અવરજવર અને વધુ સારી મુસાફર સેવાઓના વિસ્તરણ માટે સતત પ્રતિબદ્ધ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ