મહુવા તાલુકાના આંગલધરા ગામે 6.50 કરોડના ખર્ચે અંબિકા નદી પરના પુલ અને 75 લાખના ખર્ચે મિયાપુર અને કોદાદા ગામના નવનિર્મિત ગ્રામ પંચાયતોનું લોકાર્પણ
સુરત, 06 નવેમ્બર (હિ.સ.) મહુવા તાલુકાના આંગલધરા ગામે 6.50 કરોડના ખર્ચે અંબિકા નદી પરના પુલ અને આંગલધરા ગામે રૂ.75 લાખના ખર્ચે મિયાપુર અને કોદાદા ગામના નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
Inauguration of bridge over


સુરત, 06 નવેમ્બર (હિ.સ.) મહુવા તાલુકાના આંગલધરા ગામે 6.50 કરોડના ખર્ચે અંબિકા નદી પરના પુલ અને આંગલધરા ગામે રૂ.75 લાખના ખર્ચે મિયાપુર અને કોદાદા ગામના નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

ધારાસભ્ય મોહનભાઈએ જણાવ્યું હતું કે, જે કામોનું ખાતમુહુર્ત કરીએ તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ, એવી ભાવના રાજ્ય સરકારની રહી છે. આજે ગામે-ગામ અને પ્રત્યેક તાલુકા-જિલ્લામાં વિકાસકામોની ભેટ મળી રહી છે. ગ્રામ પંચાયત અને નવા પુલથી લોકસુવિધા વધશે, લોકોની સુખાકારીમાં વધારો થશે.

આ પ્રસંગે તા.પંચાયતના પ્રમુખ શિલ્પાબેન, જિ.પં.ના સભ્ય દેવેન્દ્રભાઈ, ભાવિન નાયક, પદાધિકારીઓ, તા.પં.ના સભ્યો, સરપચો, અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande