ચૌટા બજારમાં શૂઝ-બેગની દુકાનમાં આગથી અફરાતફરી, ફાયર બ્રિગેડે સમયસર આગ પર મેળવ્યો કાબૂ
સુરત, 06 નવેમ્બર (હિ.સ.) સુરતના ચૌટા બજાર વિસ્તારમાં આવેલા તૈયબ પ્લાઝામાં શુક્રવારે સવારે ગ્લોરા શૂઝ એન્ડ બેગ નામની દુકાનના બેઝમેન્ટમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા, જેના પગલે આસ
Chauta Bazar Shoes-Bag Shop Fire


સુરત, 06 નવેમ્બર (હિ.સ.) સુરતના ચૌટા બજાર વિસ્તારમાં આવેલા તૈયબ પ્લાઝામાં શુક્રવારે સવારે ગ્લોરા શૂઝ એન્ડ બેગ નામની દુકાનના બેઝમેન્ટમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા, જેના પગલે આસપાસના વેપારીઓ અને લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.

સવારે 10:50 વાગ્યે આગ અંગેનો કોલ મળતાં તાપીપુરા ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે પીસીઆર, મિની ટેન્ડર અને વોટર ટેન્કરની મદદથી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર જવાનોની ઝડપી કામગીરીને કારણે સવારે 11:37 વાગ્યા સુધીમાં આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી હતી અને આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.

આગની લપેટમાં આવતાં દુકાનની બહાર રાખેલો શૂઝ અને બેગનો કેટલોક માલ બળીને નુકસાન પામ્યો હતો, જ્યારે અંદરનો મોટાભાગનો સામાન સુરક્ષિત બચાવી લેવામાં આવ્યો હતો. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું સંભવિત કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande