
CEIR પોર્ટલની મદદથી રૂ.2.85 લાખની કિંમતના મોબાઇલ શોધવામાં સફળતા
ગીર સોમનાથ 6 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત ઉના પોલીસ સ્ટેશનની ટીમે CEIR પોર્ટલનો મહત્તમ ઉપયોગ કરી ગુમ થયેલા અને ચોરી થયેલા કુલ 17 મોબાઇલ ફોન શોધી કાઢ્યા છે. આશરે રૂ.2,85,113ની કિંમતના આ મોબાઇલ ફોન તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. ઉના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઈ. જાડેજાની સૂચના અને સર્વેલન્સ સ્ક્વોડની મહેનતથી OPPO, VIVO, SAMSUNG, REALME અને iPhone સહિતના મોબાઇલ શોધવામાં સફળતા મળી હતી. આ કામગીરીમાં PSI કે.એન. મુછાળ સહિત પોલીસ કર્મચારીઓ તથા IT એક્સપર્ટ સેજલબેન લાખણોત્રાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. મોબાઇલ પરત મળતાં અરજદારોમાં ખુશી જોવા મળી હતી. આ કામગીરીથી પોલીસે 'પોલીસ પ્રજાનો મિત્ર' હોવાની ભાવના સાર્થક કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ