કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીરના શ્રીનગર, બડગામ, બિજબહેરા, અનંતનાગ, પુલવામામાં દરોડા, આતંકવાદી ભરતી કનેક્શનમાં પાકિસ્તાનનો ચહેરો સામે આવ્યો
શ્રીનગર, નવી દિલ્હી, 06 નવેમ્બર (હિ.સ.). જમ્મુ-કાશ્મીર પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીર (સીઆઇકે) વિંગે, શુક્રવારે આતંકવાદી ભરતી કેસના સંબંધમાં કાશ્મીરમાં છ જગ્યાએ તલાશી લીધી. એક અધિકારીએ જણાવ્યું કે, સીઆઇકેની ટીમોએ દક્ષિણ કાશ્મીરના બડગામ, શ્રીન
સાંકેતિક


શ્રીનગર, નવી દિલ્હી, 06 નવેમ્બર (હિ.સ.). જમ્મુ-કાશ્મીર પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીર (સીઆઇકે) વિંગે, શુક્રવારે આતંકવાદી ભરતી કેસના સંબંધમાં કાશ્મીરમાં છ જગ્યાએ તલાશી લીધી.

એક અધિકારીએ જણાવ્યું કે, સીઆઇકેની ટીમોએ દક્ષિણ કાશ્મીરના બડગામ, શ્રીનગર, બિજબહેરા અને અનંતનાગના મટ્ટન વિસ્તારોમાં ઘરોની તલાશી લીધી. આ ઉપરાંત પુલવામા જિલ્લાના એક ગામમાં પણ તલાશી અભિયાન ચલાવવામાં આવ્યું.

તેમણે જણાવ્યું કે, આ તલાશી સ્થાનિક પોલીસ અને મહેસૂલ અધિકારીઓ સાથે મળીને કાર્યકારી મેજિસ્ટ્રેટોની હાજરીમાં લેવામાં આવી. અધિકારીએ કહ્યું કે, સીઆઇકે શ્રીનગર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નંબર 07/2023 હેઠળ નોંધાયેલો આ કેસ કથિત રીતે ચાલી રહેલા એક આતંકવાદી ભરતી મોડ્યુલ સાથે સંકળાયેલો છે. આ મોડ્યુલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા યુવાનોને કટ્ટરપંથી બનાવીને પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોમાં સામેલ કરવાનું કામ કરી રહ્યું હતું.

તેમણે જણાવ્યું કે, આ તપાસ ત્યારે શરૂ કરવામાં આવી જ્યારે એવી માહિતી મળી કે, પાકિસ્તાનમાં બેઠેલા કેટલાક લોકો લશ્કર-એ-તૈયબા અને અન્ય પ્રતિબંધિત સંગઠનોના હેન્ડલર્સ સાથે મળીને સોશિયલ મીડિયા દ્વારા કાશ્મીરી યુવાનોને ભ્રમિત કરી રહ્યા હતા અને તેમને દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ ઉશ્કેરી રહ્યા હતા. આ દરમિયાન કંઈક જપ્ત થવા અથવા કોઈની ધરપકડ વિશે હજુ વધુ માહિતી આવવાની બાકી છે.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande