ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને અન્યોએ દેશવાસીઓને ધનતેરસની શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, 06 નવેમ્બર (હિં.સ.) ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓએ શુક્રવારે દેશવાસીઓને ધનતેરસની શુભેચ્છાઓ પાઠવી. ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને એક્સ પર લખ્યું, આપ સૌને ધનતેરસન
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 06 નવેમ્બર (હિં.સ.) ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓએ શુક્રવારે દેશવાસીઓને ધનતેરસની શુભેચ્છાઓ પાઠવી.

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને એક્સ પર લખ્યું, આપ સૌને ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન ધન્વંતરિની કૃપાથી સૌના જીવનમાં સુખ, ઉત્તમ સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને ખુશહાલી બની રહે. આપ સૌના મંગલમય ભવિષ્યની શુભેચ્છાઓ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભગવાન ધન્વંતરિની દિવ્ય કૃપાથી સૌનું જીવન સુખ, શાંતિ અને ઉત્તમ સ્વાસ્થ્યથી સદૈવ આલોકિત રહે. દરેક પરિવારમાં ઉમંગ અને આનંદનો અખંડ દીપ પ્રજ્વલિત રહે, એ જ મંગલકામના છે. તેમણે સંસ્કૃતનો એક શ્લોક શેર કરતા લખ્યું,

नमामि धन्वन्तरिमादिदेवं सुरासुरैर्वन्दितपादपद्मम्। लोके जरारुग्भयमृत्युनाशं दातारमीशं विविधौषधीनाम्॥

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, ભગવાન ધન્વંતરિની કૃપાથી સૌને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય તથા મા લક્ષ્મીના આશીર્વાદથી પ્રત્યેક ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય. ચાલો, આ ધનતેરસ પર સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, સામાજિક સદ્ભાવ અને સામૂહિક ઉન્નતિને પોતાના જીવનનો હિસ્સો બનાવવાનો સંકલ્પ લઈએ.

રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભગવાન શ્રી ધન્વંતરિ અને મા લક્ષ્મીની અસીમ કૃપાથી સૌના જીવનમાં આરોગ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય તથા ખુશહાલી અને સૌભાગ્યનું આગમન થાય. આ પાવન પર્વ સૌના જીવનને નવીન ઊર્જા અને સકારાત્મકતાથી આલોકિત કરે, એવી તેમની મંગલકામના છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે, ભગવાન ધન્વંતરિ સૌને સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ કહ્યું કે ભગવાન ધન્વંતરિ અને માં લક્ષ્મીને પ્રાર્થના છે કે, આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનો સદૈવ વાસ બની રહે.

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને કહ્યું કે, આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરિજીની આરાધનાનો આ પાવન પર્વ સૌના જીવનમાં ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ અને સૌભાગ્ય લઈને આવે તથા મા લક્ષ્મીની કૃપાથી દરેક ઘર ધન-ધાન્ય અને સમૃદ્ધિથી પરિપૂર્ણ રહે. આ અવસરે ચાલો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ના આહ્વાનને અપનાવીને સ્થાનિક કારીગરો અને નાના વેપારીઓ પાસેથી ખરીદી કરીએ, જેથી તેમના ઘરોમાં પણ ખુશીઓના દીપ પ્રજ્વલિત થાય.

કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, ભગવાન ધન્વંતરિ તમને સ્વાસ્થ્ય ધન પ્રદાન કરે અને માતા લક્ષ્મી તમારા ઘર-આંગણાને સુખ, સમૃદ્ધિ, ધન-ધાન્ય અને વૈભવથી પરિપૂર્ણ કરે, સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય, એ જ પ્રાર્થના છે.

લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આરોગ્ય, સંપદા અને વૈભવનો પર્વ ધનતેરસ આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી લઈને આવે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે આ પાવન પર્વ આપ સૌના જીવનમાં ઢગલાબંધ ખુશીઓ લઈને આવે. મા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરિ સૌનું કલ્યાણ કરે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મા લક્ષ્મીની કૃપાથી આપ સૌના જીવનમાં ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ અને ખુશહાલીનો વાસ થાય, એવી તેમની કામના છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande