10 નવેમ્બરથી વાહન ટોઇંગના જાહેરનામાની અમલવારી શરૂ થશે.
પોરબંદર , 06 નવેમ્બર (હિ.સ.)પોરબંદર શહેરમાં દિવસેને દિવસે વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ આડેધડ પાર્કિંગના કારણે શહેરના મુખ્ય માર્ગો, બજાર વિસ્તારો અને જાહેર રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છ
10  નવેમ્બરથી  વાહન ટોઇંગના જાહેરનામાની અમલવારી  શરૂ  થશે.


પોરબંદર , 06 નવેમ્બર (હિ.સ.)પોરબંદર શહેરમાં દિવસેને દિવસે વાહનોની

સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ આડેધડ પાર્કિંગના

કારણે શહેરના મુખ્ય માર્ગો, બજાર વિસ્તારો અને જાહેર રસ્તાઓ પર

ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે. અનેક

વાહન ચાલકો જાહેર રસ્તાઓ પર મનફાવે ત્યાં વાહનો પાર્ક

કરતા હોવાથી અન્ય વાહનચાલકો અને રાહદારીઓને ભારે

મુશ્કેલીનો સામનો કરવો પડે

છે. ત્યારે હવે આવી રીતે વાહનો પાર્ક કરતા ચાલકો માટે ચેતવણી સમાન સમાચાર સામે આવ્યા છે.પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં

ટોઇંગની કાર્યવાહી શરૂ કરવાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી

રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિક પોલીસની ટોઇંગ

વેન શહેરના વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવી રહી છે અને

વાહનચાલકોને પાર્કિંગના નિયમો અંગે જાગૃત કરવામાં

આવી રહ્યા છે.મહત્વનું છે કે, આગામી 10 નવેમ્બર 2026થી ટોઇંગ અંગેના જાહેરનામાની અમલવારી શરૂ થવાની છે.

જાહેરનામું અમલમાં આવ્યા બાદ નો પાર્કિંગ ઝોનમાં અથવા

ટ્રાફિકને અડચણરૂપ બને તે

રીતે પાર્ક કરાયેલા વાહનોને ટોઇંગ વેન મારફતે ઉપાડવાની કાર્યવાહી કરવામાં આવશે અને નિયમ મુજબ

દંડ વસૂલવામાં આવશે.આમ, અત્યાર સુધી આડેધડ પાર્કિંગ કરતા વાહનચાલકોએ હવે સાવધાન થવાની જરૂર છે. કારણ કે 10 નવેમ્બરથી જાહેર રસ્તા પર વાહન મૂકતાં પહેલાં

પાર્કિંગની જગ્યા અંગે વિચારવું પડશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande