રાષ્ટ્રપતિ મુર્મુએ ખુંટી માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું
નવી દિલ્હી, 06 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, શુક્રવારે ઝારખંડના ખુંટી જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માત પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું. આ ઘટનામાં 7 લોકોના મોત થયા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ એક્સ પર લખ્યું, ઝારખંડના ખુંટી જિલ્લામાં થયેલા માર્ગ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ


નવી દિલ્હી, 06 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, શુક્રવારે ઝારખંડના ખુંટી જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માત પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું. આ ઘટનામાં 7 લોકોના મોત થયા હતા.

રાષ્ટ્રપતિ મુર્મુએ એક્સ પર લખ્યું, ઝારખંડના ખુંટી જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં લોકોના મોત થયાના સમાચાર અત્યંત દુઃખદ છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું.

ઉલ્લેખનીય છે કે, કર્રા પોલીસ સ્ટેશન વિસ્તારના કર્રા-તોરપા મુખ્ય માર્ગ પર જોને-લુદરુ વળાંક નજીક ગુરુવારે મોડી રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થતાં ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ શુક્રવારે સવારે રેલવે ફાટક પાસે રસ્તો જામ કરી દીધો હતો. ગુસ્સે ભરાયેલા ગ્રામજનો અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને યોગ્ય વળતર અને માર્ગ સુરક્ષા આપવાની માંગ કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande