
જુનાગઢ 06 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની OSC ટીમ દ્વારા ધનતેરસના પાવન પર્વ નિમિત્તે સિવિલ હોસ્પિટલ ખાતે નવજાત જન્મેલ દીકરીઓના વધામણા કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે પ્રસુતિ દરમિયાન દીકરીનો જન્મ થયો હોય તો વધામણા કીટ વિતરણ તેમજ વ્હાલી દીકરીનું ફોર્મ વિતરણ કરેલ અને યોજનાકીય માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભારત સરકારની ”બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત સમાજમાં દીકરા અને દીકરી વચ્ચેના ભેદભાવને દૂર કરી દીકરીઓના જન્મને પ્રોત્સાહન, સન્માન, સુરક્ષા સકારાત્મક અભિગમ અને જાગૃતિ લાવવાનો હતો. તથા સમાજમાં દીકરીઓના જન્મને ઉત્સવ તરીકે ઉજવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન OSC ટીમ અને સિવિલ હોસ્પિટલનો સ્ટાફ હાજર રહયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ