ભાવનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર અને ગંદકી ફેલાવનાર સામે મનપાની દંડાત્મક કાર્યવાહી
ભાવનગર, 06 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા તેમજ જાહેર સ્થળોએ સ્વચ્છતાનું સ્તર જળવાઈ રહે તે હેતુથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ પર નિયંત્રણ લાવવા અને જાહેર
પ્લાસ્ટિક વાપરનાર સામે કાર્યવાહી


ભાવનગર, 06 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા તેમજ જાહેર સ્થળોએ સ્વચ્છતાનું સ્તર જળવાઈ રહે તે હેતુથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ પર નિયંત્રણ લાવવા અને જાહેર સ્થળોએ ગંદકી ફેલાવતા આસામીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ કામગીરીના ભાગરૂપે તા. 6 નવેમ્બર, 2026ના રોજ ભાવનગર મહાનગરપાલિકાની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરતા, જાહેર સ્થળોએ ન્યુસન્સ ફેલાવતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ અને આસામીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશને અટકાવવા માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણને નુકસાન થવાની સાથે ગટર અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થામાં પણ અવરોધ ઊભો થતો હોય છે. આથી વેપારીઓ અને નાગરિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા અપીલ કરવામાં આવી રહી છે.

શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા નિયમિત તપાસ અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ નાગરિકો અને વેપારીઓને કચરો યોગ્ય જગ્યાએ નાખવા, જાહેર સ્થળોએ ગંદકી ન ફેલાવવા તથા સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.

શહેરને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિકમુક્ત બનાવવાની કામગીરીમાં નાગરિકોનો સહકાર અત્યંત જરૂરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande