


પોરબંદર, 06 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં ધાર્મિક આસ્થા અને સેવાભાવ સાથે બરડા ડુંગરની ચાર દિવસીય પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 12 નવેમ્બરથી 15 નવેમ્બર 2026 દરમિયાન યોજાનારી આ પરિક્રમાની શરૂઆત સ્વ. રાજા ભગત પરિવાર-કોરિખડા દ્વારા કરવામાં આવી હતી. પરિક્રમા દરમિયાન યાત્રિકો માટે વિવિધ સ્થળોએ ચા-પાણી, નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.
પરિક્રમાના પ્રથમ પડાવમાં 12 નવેમ્બરના ગુરુવારે સવારે 8 વાગ્યે પ્રસ્થાન કરવામાં આવશે. કાલિબાપર હનુમાનજી મંદિર ખાતે ચા-પાણીઅને ચોરાસિંગ ખાતે બપોરના ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે. ત્યારબાદ કાટવાણા કેતુભાઈની વાડીએ ચા-પાણી તથા રાણાપર ખાતે ધીંગેશ્વર મહાદેવ મંદિરે રાત્રિ રોકાણઅને ભોજનની વ્યવસ્થા રહેશે.બીજા પડાવમાં 13 નવેમ્બરના શુક્રવારે સવારે 5:30 વાગ્યે પ્રસ્થાન કરી રાણાપર ગામે ચા-નાસ્તો કરવામાં આવશે. ત્યારબાદ રાણાપર અને ટેબર ગામ વચ્ચે સાગર સમાજના સેવક નારણભાઈ દ્વારાચા-નાસ્તાની વ્યવસ્થા કરાશે. ધુમલીગામના આશાપુરા માતાજી મંદિર પાસે બપોરનું ભોજન તથા મોડપરના સેવકભાઈની ફિશર પ્લાન્ટ વાડીએ ચા-પાણીની વ્યવસ્થા રાખવામાં આવી છે. રાત્રિ રોકાણ મોડપર ગામમાં આહિર સમાજમાં રહેશે. ત્રીજા પડાવમાં 14 નવેમ્બરના શનિવારે સવારે 5:30 વાગ્યે પ્રસ્થાન કરી આવળ માતાજીના મંદિર ખાતે ચા-નાસ્તો અને હનુમાનગઢ રામભાઈની હોટેલ ખાતે ચા-પાણી માટે વિરામ રાખવામાં આવશે. બપોરે બાબુભાઈની વાડીએ ભોજન તથા કરશનભાઈના ફાર્મ પાસે ચા-પાણીની વ્યવસ્થા રહેશે. રાત્રિ રોકાણ રામધુન ખાતે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર (નિર્ભય આશ્રમ) ખાતે ભોજન સાથે કરવામાં આવશે. ચોથા અને અંતિમ પડાવમાં 15 નવેમ્બરના રવિવારે સવારે 5:30 વાગ્યે પ્રસ્થાન કરવામાં આવશે. સવારે ભીમાભાઈ મોરીને ત્યાં ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા બાદ સવારે 8 વાગ્યે જાંબુવતી ગુફા ખાતે પહોંચવાનું આયોજન છે.
પરિક્રમા દરમિયાન ભોજન અને ચા-પાણીની સેવા માટે બંને તરફના વિવિધ દાતાઓએ સહયોગ આપ્યો છે. સમગ્ર આયોજન જાંબુવતી ગુફા-રાણાવાવ પરિવાર સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya