ભાવનગરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી માટે આયોજન બેઠક યોજાઈ
ભાવનગર, 06 નવેમ્બર (હિ.સ.) : ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યની સાથે ભાવનગર જિલ્લામાં પણ આગામી ૧૫ નવેમ્બરના રોજ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજા
ભાવનગરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી માટે આયોજન બેઠક યોજાઈ


ભાવનગર, 06 નવેમ્બર (હિ.સ.) : ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યની સાથે ભાવનગર જિલ્લામાં પણ આગામી ૧૫ નવેમ્બરના રોજ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજાનાર છે. કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય અને તમામ જરૂરી વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે આયોજન બેઠક યોજાઈ હતી.

બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર એન.ડી. ગોવાણીએ જિલ્લા કક્ષાએ વિવિધ સમિતિઓની રચના અને સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો અને નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, આરોગ્ય સેવાઓ, સ્ટેજ વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ લોકાર્પણ અને ખાતમુહૂર્તને લગતી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

આ ઉપરાંત કાર્યક્રમમાં કોઈ મુશ્કેલી ન સર્જાય અને તમામ વિભાગો વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટે વિવિધ સમિતિઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો મેળવવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપી તમામ વ્યવસ્થાઓ સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરું સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande