પોરબંદરમાં કાળી ચૌદશના દિવસે ગુંજશે હનુમાન ચાલીસાની ગુંજ
પોરબંદર, 06 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરમાં કાળી ચૌદશના પર્વ નિમિત્તે સોબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સ્મશાનગૃહ ખાતે ધાર્મિક અને સામાજિક જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
પોરબંદરમાં કાળી ચૌદશના દિવસે ગુંજશે હનુમાન ચાલીસાની ગુંજ


પોરબંદર, 06 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરમાં કાળી ચૌદશના પર્વ નિમિત્તે સોબર

ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા દર વર્ષની પરંપરા

મુજબ આ વર્ષે પણ સ્મશાનગૃહ ખાતે ધાર્મિક અને

સામાજિક જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં

આવ્યું છે. આગામી 7 નવેમ્બર, શનિવારે રાત્રે 10 વાગ્યે યોજાનારા

કાર્યક્રમમાં હનુમાન ચાલીસાના પાઠ, ભજન-કીર્તન સહિતના ધાર્મિક આયોજનો થશે.

રાત્રે 12 વાગ્યે ગામમાંથી એકત્રિત કરવામાં આવેલા વડાનો પ્રસાદ પણ આરોગવામાં આવશે. આ આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં

પ્રવર્તતી અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓ દૂર કરી

લોકોમાં ભક્તિ, શ્રદ્ધા, સકારાત્મકતા અને વૈજ્ઞાનિક અભિગમનો સંદેશ ફેલાવવાનો છે.સ્મશાન જેવા સ્થળે ભજન-કીર્તન અને

હનુમાન ચાલીસાના પાઠ યોજીને લોકોમાં પ્રવર્તતા

ડર અને અંધશ્રદ્ધાને દૂર કરવાનો પ્રયાસ

કરવામાં આવશે. સોબર ગ્રુપ દ્વારા પોરબંદર શહેર ઉપરાંત

જુબેલી, બોખીરા, ઝૂંડાળા, આદિત્યાણા અને રાણાવાવનાં સ્મશાનગૃહોમાં પણ અગાઉ હનુમાન ચાલીસા, ભજન-કીર્તન અને અન્ય ધાર્મિક

કાર્યક્રમો યોજવામાં આવ્યા

છે. ગ્રુપ દ્વારા વર્ષ દરમિયાન સામાજિક જાગૃતિનાં વિવિધ આયોજનો પણ કરવામાં આવે છે. વર્ષમાં ત્રણથી ચાર વખત હરિદ્વાર

ખાતે સમૂહ અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. જ્યારે

દર વર્ષે શનિજયંતી નિમિત્તે પોરબંદરથી હાથલા

શનિદેવ મંદિર સુધી પદયાત્રાનું આયોજન પણ

કરવામાં આવે છે.

સોબર ગ્રુપ ઓફ પોરબંદરના પ્રમુખ વિનેશ ચોલેરાએ તમામ ધર્મપ્રેમી નાગરિકોને આ કાર્યક્રમમાં જોડાઈ ધાર્મિક શ્રદ્ધા

સાથે અંધશ્રદ્ધા નિવારણ અને સામાજિક જાગૃતિના અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande