તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ રિકવર કરાયેલો રૂ. 27.44 લાખની ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મૂળ માલિકને પરત કરાયો
ગાંધીનગર, 06 નવેમ્બર (હિ.સ.) ગુજરાત સરકારના લોકઉપયોગી અને જનહિતકારી અભિયાન “તેરા તુજકો અર્પણ કાર્યક્રમ” અંતર્ગત બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે. ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા લૂંટના ગંભીર ગુનાનો સફળતાપૂર્વક
બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી


બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી


ગાંધીનગર, 06 નવેમ્બર (હિ.સ.) ગુજરાત સરકારના લોકઉપયોગી અને જનહિતકારી અભિયાન “તેરા તુજકો અર્પણ કાર્યક્રમ” અંતર્ગત બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે. ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા લૂંટના ગંભીર ગુનાનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી, પોલીસે લૂંટમાં ગયેલ રૂ. 27.44 લાખની કિંમતનો ચાંદીના ઘરેણાંનો મુદ્દામાલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મૂળ માલિકને સુપ્રત કર્યો છે.

અમદાવાદની મેક્સીમમ એન્ટરપ્રાઈઝ હોલસેલ ચાંદીની દુકાનમાં કામ કરતા કર્મચારીઓ સાથે અમદાવાદથી પરત ધાનેરા આવી રહ્યા હતા. તે દરમિયાન ડીસાના ટેટોડા ગામ નજીક હાઇવે રોડ ઉપર અજાણ્યા ઇસમોએ ફરિયાદીની ગાડી રોકી ઈજા પહોંચાડી ગાડીમાંથી ચાંદીના દાગીનાની લૂંટ કરી હતી. જેમાં 27.44 લાખની કિંમતનું 12160 કિલોગ્રામ ચાંદીની લૂંટ કરી હતી.

આ અંગે ફરિયાદી દ્વારા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. બનાસકાંઠા એલ.સી.બી.ની ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ લૂંટના ગુનાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ગુનામાં વપરાયેલ અલ્ટ્રોઝ કાર સહિત કુલ ૦૪ આરોપીઓને ઝડપી તેમની પાસેથી પૂરેપૂરો મુદ્દામાલ સફળતાપૂર્વક કબજે કર્યો હતો.

આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવામાં બનાસકાંઠા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડ તથા તેમની ટીમના UHC રાજેશકુમાર શંકરલાલ, UPC કાનસિંઘ બળવંતસિંઘ તથા UPC મુકેશકુમાર શાંતીલાલ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી તે તમામને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રશંસાપાત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ કાર્યક્રમ” અંતર્ગત કુલ 538 જેટલા કાર્યક્રમો યોજીને કુલ રૂ. 4.66 કરોડથી વધુનો ખોવાયેલ કે લૂંટાયેલ મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande