ભારતીય વ્હીલચેર ક્રિકેટ ટીમે શ્રીલંકાને હરાવી ટી-20 શ્રેણી જીતી.
પોરબંદર , 06 નવેમ્બર (હિ.સ.)ભારતીય વ્હીલચેર ક્રિકેટ ટીમે આંતરરાષ્ટ્રીય સ્તરે શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકાને 2-0થી હરાવી T20 શ્રેણી પોતાના નામે કરી છે. ભારતીય ટીમની આ સિદ્ધિથી દેશભરમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આ શ્રેણીમાં પોરબંદર અને ગુજરાતનુ
ભારતીય  વ્હીલચે ર ક્રિકેટ  ટીમે  શ્રીલંકાને  હરાવી  T20 શ્રેણી   જીતી.


ભારતીય  વ્હીલચે ર ક્રિકેટ  ટીમે  શ્રીલંકાને  હરાવી  T20 શ્રેણી   જીતી.


પોરબંદર , 06 નવેમ્બર (હિ.સ.)ભારતીય વ્હીલચેર ક્રિકેટ ટીમે આંતરરાષ્ટ્રીય સ્તરે શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકાને 2-0થી હરાવી T20 શ્રેણી પોતાના નામે કરી છે. ભારતીય ટીમની આ સિદ્ધિથી દેશભરમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આ શ્રેણીમાં પોરબંદર અને ગુજરાતનું ગૌરવ એવા આંતરરાષ્ટ્રીય વ્હીલચેર ક્રિકેટર ભીમા ખૂંટી પણ ભારતીય ટીમનો હિસ્સો બન્યા હતા.ભીમા ખૂંટી છેલ્લા ઘણા વર્ષોથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ભારતને વિજય અપાવવામાં તેમણે ટીમના અન્ય ખેલાડીઓ સાથે યોગદાન આપ્યું છે.આ સિદ્ધિ અંગે ભીમા ખૂંટીએ જણાવ્યું હતું કે ભારતીય વ્હીલચેર ક્રિકેટ ટીમનો હિસ્સો હોવાનો તેમને ગર્વ છે. દેશ માટે ટ્રોફી જીતવા અને ભારતનું ગૌરવ વધારવા તેઓ હંમેશાં પૂરી મહેનત અને સમર્પણથી પ્રયાસ કરતા રહ્યા છે. ટીમના તમામ ખેલાડીઓની મહેનત, લગન અને જુસ્સાને કારણે ભારતીય વ્હીલચેર ક્રિકેટ ટીમ સતત આગળ વધી રહી છે.ભારતની મેન્સ અને વિમેન્સ ક્રિકેટ ટીમની જેમ વ્હીલચેર ક્રિકેટ ટીમને પણ સમાન પ્રેમ, પ્રોત્સાહન અને સહયોગ મળે તે જરૂરી છે. આ ખેલાડીઓને તેમની દિવ્યાંગતાથી નહીં, પરંતુ તેમની પ્રતિભા, મહેનત અને રમત પ્રત્યેના સમર્પણથી ઓળખવા જોઈએ. તેમને યોગ્ય મંચ, રમતગમતની સુવિધાઓ અને પ્રોત્સાહન મળે તો આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ માટે વધુ સિદ્ધિઓ હાંસલ કરી શકે છે.શ્રીલંકા સામેની શ્રેણી જીત બદલ ભીમા ખૂંટી સહિત સમગ્ર ભારતીય વ્હીલચેર ક્રિકેટ ટીમને અભિનંદન મળી રહ્યા છે. પોરબંદરના ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દેશનું પ્રતિનિધિત્વ કરતાં સ્થાનિક સ્તરે પણ ગૌરવની લાગણી ફેલાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande