
પોરબંદર , 06 નવેમ્બર (હિ.સ.) પોરબંદર તાલુકાના મોઢવાડા ગામે 66 કે.વી. સબસ્ટેશન નજીક રસ્તા પર બે શખ્સોએ યુવક અને તેના મિત્રને માર માર્યો હોવાની ફરિયાદ બગવદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદ મુજબ, હુમલા ખોરોએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો પણ ભાંડી હતી.
પોલીસમાં નોંધાયેલી વિગતોમુજબ, મોઢવાડા ગામે 66 કે.વી.નજીક રહેતા રણજીત ભરતભાઈ મોઢવાડિયા પોતાના મિત્ર સાથે સ્કૂટર પર મિત્રની વાડીએથી ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન રાજ લખુભાઈ ઉર્ફે યોગેશ મોઢવાડિયા અને અજીત કારાભાઈ પરમાર બંને રહે. મોઢવાડા, સ્કૂટર પર પાછળથી આવ્યા હતા.
ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે અજીતે સાહેદ રવિને વાસામાં બેટ માર્યો હતો, જ્યારે રાજે ફરિયાદીઅને તેના મિત્રને ઢીકા પાટુનો મારમાર્યો હતો. અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો ભાંડી હતી. બંનેએ એકબીજાને મદદગારી કરી હુમલો કર્યાનો આક્ષેપ છે.આ બનાવ અંગે બગવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે વધુત પાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya