




પોરબંદર, 06 નવેમ્બર (હિ.સ.) : ભારતીય જનતા પાર્ટી, પોરબંદર જિલ્લા કાર્યાલય ‘અટલ ભવન’ ખાતે નવવર્ષ નિમિત્તે આર્ય સમાજના વિદ્વાન પંડિતો દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ-વિધાન સાથે યોજાયેલા યજ્ઞમાં પોરબંદરના સર્વાંગી વિકાસ, સુખ-શાંતિ, સમૃદ્ધિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
‘વિકસિત પોરબંદર-સમૃદ્ધ ગુજરાત’ના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં નગરજનોના સહકાર થી પોરબંદરના વિકાસ માટે સૌ સાથે મળીને કાર્ય કરે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ઉપસ્થિતોએ યજ્ઞમાં આહુતિ અર્પણ કરી નવા વર્ષમાં વિકાસલક્ષી કાર્યો માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, જિલ્લા મહામંત્રી પ્રવીણ ખોરાવા, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા સહિત જિલ્લા અને શહેરના હોદ્દેદારો, આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya