પાટણના શંખેશ્વર-સમી હાઇવે પર કારની ટક્કરથી 24 વર્ષીય એક્ટિવાચાલકનું મોત, કારચાલક ફરાર
પાટણ, 09 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના શંખેશ્વર-સમી હાઇવે પર કેશરીયા હોટલ સામે મહાવીર સોસાયટીના ગેટ નજીક કાર અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇસ્લામપુરા ગામના 24 વર્ષીય વિષ્ણુજી ઠાકોરનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કા
શંખેશ્વર-સમી હાઇવે પર કારની ટક્કરથી 24 વર્ષીય એક્ટિવાચાલકનું મોત, કારચાલક ફરાર


પાટણ, 09 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના શંખેશ્વર-સમી હાઇવે પર કેશરીયા હોટલ સામે મહાવીર સોસાયટીના ગેટ નજીક કાર અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇસ્લામપુરા ગામના 24 વર્ષીય વિષ્ણુજી ઠાકોરનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક પોતાની કાર સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ બનાવને પગલે શંખેશ્વર પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે ઇસ્લામપુરા ગામે રહેતા વિક્રમજી દાનાજી ઠાકોરે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમના નાના ભાઈ વિષ્ણુજી ઠાકોર એક્ટિવા નંબર GJ-24-CA-0070 લઈને શંખેશ્વર ખાતે એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયા હતા. ત્યારબાદ તેઓ એક્ટિવા લઈને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે શંખેશ્વર-સમી હાઇવે પર સફેદ રંગની ગ્રાન્ડ આઇ-10 કાર નંબર GJ-02-DA-6452ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક કાર ચલાવી એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી.

અકસ્મતમાં વિષ્ણુજી ઠાકોરને ગંભીર ઇજાઓ પહોંચતાં 108 એમ્બ્યુલન્સ મારફતે શંખેશ્વર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ અકસ્માત સર્જનાર કારચાલક કાર સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો.

વિક્રમજી દાનાજી ઠાકોરની ફરિયાદના આધારે શંખેશ્વર પોલીસે કાર નંબર GJ-02-DA-6452ના અજાણ્યા ચાલક સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તથા મોટર વાહન અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ફરાર કારચાલકને શોધવા સહિત અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande