
સોમનાથ 9 નવેમ્બર (હિ.સ.) સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાનાં
પ્રાચી તીર્થ: નવા વર્ષના પ્રારંભે સમાજમાં એકતા, ભાઈચારો, પરસ્પર સ્નેહ અને સામાજિક સમરસતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાના હેતુથી પ્રાચી તીર્થ ખાતે સમસ્ત કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ આગામી તા. 10 નવેમ્બર, 2026ને મંગળવારના રોજ પ્રાચી તીર્થ ખાતે આવેલા સમસ્ત કોળી સમાજ ભવન, વેરાવળ-કોડીનાર હાઈવે રોડ પર યોજાશે. સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધી યોજાનારા આ સ્નેહમિલન કાર્યક્રમમાં સમાજના આગેવાનો, હોદ્દેદારો, વડીલો, યુવાનો તેમજ વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
નવા વર્ષના પાવન અવસરે યોજાનારા આ સ્નેહમિલનનો મુખ્ય ઉદ્દેશ સમાજના તમામ સભ્યોને એક મંચ પર એકત્રિત કરી પરસ્પર શુભેચ્છાઓની આપ-લે કરવાનો તેમજ સમાજમાં એકતા, સંગઠન અને ભાઈચારાની ભાવનાને વધુ સુદૃઢ કરવાનો છે. આવા સામાજિક મેળાવડા થકી સમાજના લોકો વચ્ચે પરસ્પર સંપર્ક અને આત્મીયતામાં વધારો થવાની સાથે સામાજિક સંગઠનને પણ નવી દિશા અને પ્રેરણા મળશે.
આ પ્રસંગે સમસ્ત કોળી સમાજના તમામ જ્ઞાતિબંધુઓ, સામાજિક આગેવાનો તથા સમાજના શુભેચ્છકોને પરિવાર સહિત ઉપસ્થિત રહી સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યુ
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ