
પોરબંદર, 09 નવેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લાના નાગરિકોના પ્રશ્નો અને
રજૂઆતોનો વહીવટી તંત્ર દ્વારા ઝડપી અને અસરકારક નિકાલ થાય તે હેતુથી આગામી 25/11/2026ના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ
યોજાનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના નાગરિકોને પોતાના કોઈપણ ખાતા કે વિભાગને
લગતા પ્રશ્નો, રજૂઆતો
કે ફરિયાદો 10/11/2026 સુધીમાં જિલ્લા કલેકટર કચેરી, પોરબંદર ખાતે મોકલી આપવાના રહેશે.
પોરબંદરના નાગરિકો પોતાના કોઈ પણ ખાતા કે
વિભાગને લગતા કોઈપણ પ્રશ્નો કે ફરીયાદ જેવી કેલાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા અનિર્ણિત પડતર પ્રશ્નો, અગાઉ સંબંધિત ખાતામાં કરેલ રજુઆતનો
આધાર રજૂ ક૨વો તથા તેમના તરફથી આપવામાં આવેલ જવાબ તેમજ પ્રત્યુતરની નકલ જોડવાની
રહેશે અને અગાઉ રજૂ કરેલ પ્રશ્ન બીજીવખત ૨જૂ ક૨વામાં આવે તો પ્રશ્ન ક્રમાંક તથા
માસનું નામ અવશ્ય લખવાનું રહેશે,
વધુમાં પ્રશ્ન કે અરજીમાં પ્રશ્નકર્તાનું પુરૂ
નામ પુરેપુરૂં સરનામું ફોન નંબર ફરજીયાત લખવાનો રહેશે તથા પ્રશ્ન કે અરજીમાં
અરજદારની સહી સાથે અરજી કરવાની રહેશે.સહી વગ૨ની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં,અરજદાર દવારા રજૂ થતી અરજી પોતાના
પ્રશ્નની જ સ્પષ્ટ અને મુદાસર સમજી શકાય તેવા આઘારા પુરાવા સાથે હોવા જરૂરી છે, અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો અલગ-અલગ
અરજીમાં મોકલવાના રહેશે. તેમજ આ કાર્યક્રમમાં અરજદાર પોતાના પ્રશ્નની જાતે આધાર
પુરાવા સાથે રજૂઆત કરી શકશે અને સરકારી કર્મચારીના નોકરીને લગતા પ્રશ્નો અને
કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજૂ કરી શકશે નહી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya