જામનગરના પેન્શનરો માટે મોટા સમાચાર: હવે ઘરે બેઠા જ વિનામૂલ્યે બનશે ડિજિટલ જીવન પ્રમાણપત્ર
જામનગર, 09 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકાર અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) વચ્ચે થયેલા ઐતિહાસિક સમજૂતી કરારથી રાજ્યના નિવૃત્ત પેન્શનધારકોને કચેરીઓના ધક્કા ખાવામાંથી કાયમી મુક્તિ મળી ગઈ છે. હવે પેન્શનરો નજીકના ડાકઘરમાં અથવા રૂબરૂ પોસ્ટમેનના મ
જામનગરના પેન્શનરો માટે મોટા સમાચાર: હવે ઘરે બેઠા જ વિનામૂલ્યે બનશે ડિજિટલ જીવન પ્રમાણપત્ર


જામનગર, 09 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકાર અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) વચ્ચે થયેલા ઐતિહાસિક સમજૂતી કરારથી રાજ્યના નિવૃત્ત પેન્શનધારકોને કચેરીઓના ધક્કા ખાવામાંથી કાયમી મુક્તિ મળી ગઈ છે. હવે પેન્શનરો નજીકના ડાકઘરમાં અથવા રૂબરૂ પોસ્ટમેનના માધ્યમથી તદ્દન મફતમાં ડિજિટલ જીવન પ્રમાણપત્ર મેળવી શકે છે.

ગુજરાત સરકારના નાણાં વિભાગના આ પ્રજાભિમુખ નિર્ણય હેઠળ આ સમગ્ર સેવાનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા વહન કરવામાં આવી રહ્યો છે. નેશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસિત 'જીવન પ્રમાણ' એપ દ્વારા આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે, જેનાથી ગ્રામીણ કે દૂરના વિસ્તારોમાં વસતા વરિષ્ઠ નાગરિકોનો સમય અને નાણાં બચે છે. આ સુવિધાનો લાભ લેવા માટે પેન્શનરે પોતાનો આધાર નંબર, મોબાઇલ નંબર અને પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર પ્રદાન કરવાનો રહે છે.

બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા માત્ર થોડી જ મિનિટોમાં આ ડિજિટલ પ્રમાણપત્ર જનરેટ થઈ જાય છે. પ્રક્રિયા પૂર્ણ થતાં જ રજિસ્ટર્ડ મોબાઈલ પર 'પ્રમાણ ID' પ્રાપ્ત થાય છે, જે અધિકૃત વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાય છે અને ડિજિટલ નકલ સંબંધિત પેન્શન ઓફિસ સુધી પહોંચાડવામાં આવે છે.

રાજ્યના પાંચ લાખથી વધુ પેન્શનરોને આ સેવાનો સીધો લાભ મળી રહ્યો છે. એટલું જ નહીં, ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં નિવૃત્ત જીવન વિતાવતા પેન્શનરો પણ સ્થાનિક પોસ્ટમેનનો સંપર્ક કરીને આ સુવિધાનો સરળતાથી લાભ મેળવી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande