જૂનાગઢમાં મેંદરડાના દાત્રાણા ગામે દિવાળીની રાત્રે 8 વર્ષના બાળક દીપડાનો શિકાર, પિતા પાછળ દોડ્યા પણ ના બચાવી શક્યા
જુનાગઢ/અમદાવાદ, 09 નવેમ્બર (હિ.સ.) : હજી તો બે દિવસ પહેલા અમરેલીના સણોસરા અને મોટા ભંડારીયા ગામ વચ્ચે દીપડાએ 7 વર્ષના માસૂમ બાળકને ફાડી ખાધો હતો. ત્યાં ગત રાત્રે અમરેલી બાદ હવે જૂનાગઢમાં આદમખોર દીપડાનો આંતક સામે આવ્યો છે. મેંદરડાના દાત્રાણા ગામે
An 8-year-old boy was hunted by a leopard on Diwali night in Datrana village of Mendarda in Junagadh


જુનાગઢ/અમદાવાદ, 09 નવેમ્બર (હિ.સ.) : હજી તો બે દિવસ પહેલા અમરેલીના સણોસરા અને મોટા ભંડારીયા ગામ વચ્ચે દીપડાએ 7 વર્ષના માસૂમ બાળકને ફાડી ખાધો હતો. ત્યાં ગત રાત્રે

અમરેલી બાદ હવે જૂનાગઢમાં આદમખોર દીપડાનો આંતક સામે આવ્યો છે. મેંદરડાના દાત્રાણા ગામે દિવાળીની રાત્રે 8 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. જેથી તેનું મોત થયું છે.

દાત્રાણા ગામની સીમમાં આવેલા ખેતરના મકાન પાસે 8 વર્ષનો માસૂમ બાળક દિવરાજ રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક ત્યાં ધસી આવેલા દીપડો બાળકને ઉપાડી ગયો હતો.

બાળક પર દીપડાના હુમલાની ઘટના બનતા જ તેના પિતા બાળકને બચાવવા તાત્કાલિક પાછળ દોડ્યા હતા. જોકે, બાળકને બચાવી શક્યા ન હતા. દીપડો બાળકને લઈને આશરે 100 ફૂટ દૂર આવેલા એક ખાડામાં જઈને બેસી ગયો હતો.

બાળકના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે માસૂમ દિવરાજનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ દુઃખદ ઘટનાના કારણે દિવાળીના તહેવારોમાં મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

માસૂમ બાળકને ફાડી ખાધા બાદ નાસી છૂટવાનો પ્રયાસ કરી રહેલો દીપડાનો આતંક ત્યાં જ અટક્યો નહોતો. ભાગી રહેલો આ દીપડો રસ્તા પરથી પસાર થઈ રહેલા એક બાઈક સાથે અથડાઈ ગયો હતો, જેના કારણે બાઈક પર સવાર દંપતી પણ અકસ્માતનો ભોગ બન્યું હતું. જેમાં બાઈક પર સવાર પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને વન વિભાગની ટીમ હરકતમાં આવી ગઈ છે. વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા માટે દાત્રાણાની સીમમાં ચારથી પાંચ જેટલા પાંજરાઓ ગોઠવવામાં આવ્યા છે. અવારનવાર બનતી આવી ઘટનાઓ અને વન્ય પ્રાણીઓના વધતા જોખમને કારણે હાલ ગ્રામજનોમાં ભારે ભય તેમજ વન વિભાગ સામે રોષ જોવા મળી રહ્યો છે.

બે દિવસ પહેલા અમરેલીમાં દીપડાએ માસૂમને ફાડી ખાધો હતો

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande