પોરબંદર રાજપરિવારની સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતો રાજમહેલનો દીપોત્સવ
Gujarat, 09 નવેમ્બર (હિ.સ.) પોરબંદરના ઐતિહાસિક રાજમહેલ ખાતે પોરબંદર કન્ઝર્વેટરીના ઉપક્રમે પરંપરા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાના અનોખા સમન્વય સાથે ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજમહેલની ઐતિહાસિક ભવ્યતાને દીવાઓના પ્
પોરબંદર  રાજપરિવારની  સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર  કરતો  રાજમહેલનો  દીપોત્સવ


પોરબંદર  રાજપરિવારની  સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર  કરતો  રાજમહેલનો  દીપોત્સવ


Gujarat, 09 નવેમ્બર (હિ.સ.) પોરબંદરના ઐતિહાસિક રાજમહેલ ખાતે પોરબંદર

કન્ઝર્વેટરીના ઉપક્રમે પરંપરા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાના અનોખા સમન્વય સાથે ભવ્ય દીપોત્સવનું

આયોજન કરવામાં આવ્યું હતું. રાજમહેલની ઐતિહાસિક ભવ્યતાને દીવાઓના પ્રકાશથી ઝળહળાવી

દેતા આ આયોજનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ સાંસ્કૃતિક અભિવ્યક્તિ જોવા મળી

હતી.

આ વર્ષના દીપોત્સવનું વિશેષ આકર્ષણ ભગવાન

નટરાજની ભવ્ય રંગોળી રહી હતી. ભગવાન નટરાજનું સ્વરૂપ ભારતીય સંસ્કૃતિમાં સૃષ્ટિના

સર્જન, પાલન

અને સંહારના શાશ્વત ચક્રનું પ્રતીક છે. તેમનું તાંડવ નૃત્ય માત્ર કલાની અભિવ્યક્તિ

નથી, પરંતુ

સમગ્ર બ્રહ્માંડની ગતિ, ઊર્જા અને જીવનના લયનું પ્રતીક છે. દીપાવલીના પ્રકાશપર્વ નિમિત્તે

નટરાજની રંગોળી દ્વારા ભારતીય આધ્યાત્મિકતા અને કલાત્મક પરંપરાને રાજમહેલના

ઐતિહાસિક વાતાવરણમાં સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન પોરબંદર

રાજપરિવારના અંગત મદદનીશ તેમજ પોરબંદર કન્સર્વેટરીના ડાયરેક્ટર તેવા સુમનસિંહજી

ગોહિલ, ડૉ.

સુરેશ ગાંધી તથા રાજેશ લખાણી દ્વારા કરવામાં આવ્યું હતું. પોરબંદર રાજપરિવારના

માર્ગદર્શન અને પોરબંદર કન્ઝર્વેટરીના સાંસ્કૃતિક પ્રયાસોના પરિણામે આ આયોજનને

વિશેષ સ્વરૂપ પ્રાપ્ત થયું હતું.આ પ્રસંગે પોરબંદરના મહારાજકુમાર હરેન્દ્રકુમાર

સાહેબે પોરબંદરની સમસ્ત પ્રજા તથા દીપોત્સવના તમામ આયોજકોને પોતાની હાર્દિક

શુભેચ્છાઓ પાઠવી હતી.

આ દીપોત્સવમાં પોરબંદર રાજપરિવાર સાથે

સંકળાયેલા એડવોકેટ કક્કડ પરિવાર, પોરબંદર કન્ઝર્વેટરીના સ્થાપક પ્રમુખ નિશાંત જી. બઢ, પોરબંદરના જાણીતા ઉદ્યોગપતિ કરસન સાલેટ, સિંધવ પરિવાર તથા માટી વાળા પરિવારે

ઉપસ્થિત રહી આ સાંસ્કૃતિક આયોજનમાં સહભાગીતા નોંધાવી હતી. આ ઉપરાંત જિલ્લા શિક્ષણ

અને તાલીમ ભવન (DIET)ના પ્રાચાર્ય ડૉ. અલ્તાફ ખાન રાઠોડે પણ ખાસ ઉપસ્થિતિ આપી હતી.

પોરબંદરના અન્ય અનેક નામાંકિત અગ્રણીઓ, પ્રતિષ્ઠિત નાગરિકો તથા વિવિધ ક્ષેત્રો

સાથે સંકળાયેલી જાણીતી વ્યક્તિઓએ પણ ઉપસ્થિત રહી દીપોત્સવની ઉજવણીમાં સહભાગીતા

નોંધાવી હતી.

પોરબંદર કન્ઝર્વેટરી દ્વારા આયોજિત આ દીપોત્સવ

માત્ર દીવાઓ પ્રગટાવવાનો ઉત્સવ બની રહ્યો નહોતો, પરંતુ પોરબંદરના રાજપરિવારની

સાંસ્કૃતિક પરંપરા, ઐતિહાસિક વારસો અને સામૂહિક સહભાગિતાને જીવંત રાખવાનો એક પ્રયાસ બની

રહ્યો હતો. ઐતિહાસિક સ્થળો માત્ર ઇમારતો નથી, પરંતુ એક શહેરની ઓળખ, સંસ્કૃતિ અને ગૌરવના સાક્ષી છે. આવા

આયોજનો દ્વારા આ વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાની પોરબંદર કન્ઝર્વેટરીની

પ્રતિબદ્ધતા વધુ મજબૂત બની રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande