પોરબંદર : ગુજસીટોકના આરોપીએ પત્નીને બોગસ ખેડૂત બનાવી અનેક વીઘા જમીન ખરીદ કર્યાનો પર્દાફાશ
પોરબંદર, 09 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરની ચર્ચાસ્પદ છેલાણા ગેંગના ગેંગ લીડર રમેશ ભીખા છેલાણા સામે પોલીસ દ્વારા ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરિવારજનોના નામે વસાવેલી મિલકતોની તપાસ દરમિયાન પોતાની પત્ની રૂપીબેનને ખાતેદાર ખેડૂત ન હોવા
બોગસ  ખેડૂતનીજમીન  ખરીદીનો  પર્દાફાશ.


પોરબંદર, 09 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરની ચર્ચાસ્પદ છેલાણા ગેંગના ગેંગ લીડર રમેશ ભીખા છેલાણા સામે પોલીસ દ્વારા ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરિવારજનોના નામે વસાવેલી મિલકતોની તપાસ દરમિયાન પોતાની પત્ની રૂપીબેનને ખાતેદાર ખેડૂત ન હોવા છતાં ખેડૂત તરીકે દર્શાવી ચીકાસા અને ટુકડા (ગોસા) ગામે કુલ સાડા 23 વીઘા જમીન ખરીદવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. પોલીસની તપાસના આધારે તંત્ર દ્વારા જમીન શ્રી સરકાર કરવામાં આવી અને પ્રવર્તમાન જંત્રીના ત્રણ ગણા લેખે રૂ.84,28,314નો દંડપણ ફટકારવામાં આવ્યો હતો.પરંતુ આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ જિલ્લા કલેક્ટર કચેરીની કામગીરી સામે ઊભો થયો છે. જ્યારે પોલીસ તપાસમાં બોગસ ખાતેદાર ખેડૂત બનાવી જમીન ખરીદવાનો મામલો સામે આવ્યો, પોલીસ દ્વારા સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂઆત કરવામાં આવી અને ત્યારબાદ સરકારી તપાસમાં પણ ગેરરીતિ સામે આવી, તોપછી આ મામલે સરકાર તરફે ફોજદારી ફરિયાદ નોંધાવવા માટે હજુસુધી કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? બીજો ગંભીર સવાલ મહેસૂલ વિભાગના જવાબદાર અધિકારીઓ સામે પણ ઊભો થાય છે. જમીન ખરીદી વખતે ખાતેદાર ખેડૂત હોવાની પાત્રતા અને દસ્તાવેજોની ચકાસણી કરવાની જવાબદારી જે તે સમયે સંબંધિત સર્કલ ઓફિસર, મામલતદાર કે અન્ય લાગતા વળગતા અધિકારીઓની હતી. તો પછી આટલી મોટી ગેરરીતિ દસ્તાવેજોની ચકાસણી દરમિયાન કેમ પકડાઈ નહીં? જો ખોટા દસ્તાવેજોના આધારે જમીન ખરીદાઈ હોય તો તેની ચકાસણીમાં બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે શું કાર્યવાહી થઈ? એક તરફ 16થી 17 જેટલા ગુનાઓ ધરાવતા રમેશ છેલાણા સામે પોલીસ મિલકતોની તપાસ કરીને કાર્યવાહી સુધી પહોંચી છે, તો બીજી તરફ સરકાર તરફે ફરિયાદ અને જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા ક્યાં અટકી છે? જિલ્લા કલેક્ટર કચેરી આ મામલે જવાબદારી નક્કી કરીને ક્યારે કાર્યવાહી કરશે? માત્ર જમીન સરકાર હસ્તક કરવી અનેદંડ ફટકારવો પૂરતો છે કે ગેરરીતિ માટે જવાબદાર તમામ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ થશે? હવે સવાલ એ છે કે પોલીસ તપાસ બાદ પણ સરકાર તરફે ફરિયાદ કેમ નહીં? જિલ્લા કલેક્ટર કચેરી આ મામલે મૌન ક્યારે તોડશે?

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande