પોરબંદરમાં મહેર સમાજનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાશે
પોરબંદર, 09 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરમાં સમસ્ત મહેર સમાજની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા વિક્રમ સંવત 2083 ના નૂતન વર્ષના પ્રારંભ નિમિત્તેસ્નેહ મિલન સમારોહનું આયોજનકરવામાં આવ્યું છે. નવા વર્ષને આવકારવા અને પરસ્પર શુભેચ્છાઓની આપ-લે કરવાના હેતુથી આ સમા
પોરબંદરમાં મહેર સમાજનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાશે


પોરબંદર, 09 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરમાં સમસ્ત મહેર સમાજની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા વિક્રમ સંવત 2083 ના નૂતન વર્ષના પ્રારંભ નિમિત્તેસ્નેહ મિલન સમારોહનું આયોજનકરવામાં આવ્યું છે. નવા વર્ષને આવકારવા અને પરસ્પર શુભેચ્છાઓની આપ-લે કરવાના હેતુથી આ સમારોહ આગામી તા. 10 નવેમ્બર, 2026 ના મંગળવારે સવારે 10:30 કલાકે છાંયા સ્થિત ડૉ. વિરમ રાજાભાઈ ગોઢાણીયા મહેર સમાજ ખાતે યોજાશે.

આ સમારોહમાં પોરબંદર, બરડા અને ઘેડ વિસ્તારના સમગ્ર મહેર સમાજ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના સભ્યોને બહોળી

સંખ્યામાં ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ, માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ (ઝુંડાણા), માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, મહેર શક્તિ સેના, બરડા

વિકાસ સમિતિ, ઘેડ સામાજિક વિકાસ સમિતિ, મહેર હિત રક્ષક સમિતિ, મહેર આર્ટ પરિવાર, મહેર મહિલા વિકાસ મંડળ, શક્તિ સેના મહિલા મંડળ તેમજ રાણાવાવ અને કુતિયાણા મહેર સમાજ સહિતની સંસ્થાઓ દ્વારા સંયુક્ત પ્રયાસો હાથ ધરવામાં

આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande