હેપ્પી યુથ કલબે શ્રમિક પરિવારોના ચહેરાં પર સ્મિતના દિવા પ્રગટાવ્યા
ગાંધીનગર, 09 નવેમ્બર (હિ.સ.) દિવાળી એ ઉજાસ સાથે ઉલ્લાસનું પર્વ છે, પ્રેમ અને પ્રસન્નતાનું પર્વ છે, હળવા-મળવાનું અને સ્મિતના દિવા પ્રગટાવવાનું પર્વ છે. આ પાવન પ્રસંગે હેપ્પી યુથ ફાઉન્ડેશન સંચાલિત ગાંધીનગરના સેવાભાવી યુવાનોની સંસ્થા હેપ્પી યુથ ક્લબ
ગાંધીનગર ખાતે સેવાકીય કાર્ય


ગાંધીનગર ખાતે કાર્યક્રમ


ગાંધીનગર, 09 નવેમ્બર (હિ.સ.) દિવાળી એ ઉજાસ સાથે ઉલ્લાસનું પર્વ છે, પ્રેમ અને પ્રસન્નતાનું પર્વ છે, હળવા-મળવાનું અને સ્મિતના દિવા પ્રગટાવવાનું પર્વ છે. આ પાવન પ્રસંગે હેપ્પી યુથ ફાઉન્ડેશન સંચાલિત ગાંધીનગરના સેવાભાવી યુવાનોની સંસ્થા હેપ્પી યુથ ક્લબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રોજેક્ટ હેપ્પી દિવાળી અંતર્ગત શહેરના વિવિધ શ્રમજીવી વિસ્તારોમાં રહેતા શ્રમિક પરિવારોને મીઠાઈ-નમકીનનું વિતરણ કરીને શ્રમિક પરિવારોના ચહેરા પર સ્મિતના દીવા પ્રગટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ સેવાકાર્યમાં રાધે સ્વીટનો સહકાર પ્રાપ્ત થયો હતો. આ સેવા કાર્યમાં સંસ્થાના યુવા સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાયાં હતા અને શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા શ્રમિક પરિવારોને મીઠાઈ-નમકીનનું વિતરણ કર્યુ હતું.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande