વ્યાજખોરીના કેસમાં હિરલબા જાડેજાની જામીન અરજી નામંજૂર
પોરબંદર, 09 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરમાં વ્યાજખોરી અને મિલકત સંબંધી ગંભીર ગુનામાં સંડોવાયેલી આરોપી હિરલબા જાડેજાની જામીન પર મુક્ત થવા માટેની અપીલ અરજી એડિશનલ સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. આરોપી છેલ્લા 15 મહિનાથી ન્યાયિક કસ્ટડીમાં
વ્યાજખોરીના  કેસમાં  હિરલબા જાડેજાની જામીન અરજી નામંજૂર.


પોરબંદર, 09 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરમાં વ્યાજખોરી અને મિલકત સંબંધી ગંભીર ગુનામાં સંડોવાયેલી આરોપી હિરલબા

જાડેજાની જામીન પર મુક્ત થવા માટેની અપીલ અરજી એડિશનલ સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.

આરોપી છેલ્લા 15 મહિનાથી ન્યાયિક કસ્ટડીમાં છે. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

આ ગુનામાં

આરોપીઓની ધરપકડ કરી તપાસ દરમિયાન જરૂરી પુરાવા

એકત્રિત કર્યા બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ

કરવામાં આવી હતી.આરોપી હિરલબા જાડેજાએ ટ્રાયલ કોર્ટમાં

જામીન અરજી કરી હતી, પરંતુ તે નામંજૂર થતાં સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. આ અરજીના કામે કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.એસ. હબૂલે

જરૂરી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કોર્ટમાં

સોગંદનામું રજૂ કર્યું હતું.

સરકારી વકીલ એ.જે. લીલાએ ધારદાર દલીલો રજૂ કરી હતી. બંને પક્ષની રજૂઆતો અને સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈ એડિશનલ

સેશન્સજજ બી.જે. પટેલે આરોપીની જામીન અપીલ

અરજીના મંજૂર કરવાનો હુકમ કર્યો હતો.જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર

પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના તેમજ પોરબંદર શહેરના નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં

આવી હતી. વ્યાજખોરી અને મિલકત સંબંધી ગુનાઓ

અટકાવવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં

આવી રહી હોવાનું જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande