પાટણના જૂનાગંજ બજારમાં ગોડાઉનમાં ભીષણ આગ, વિસ્તારમાં અફરાતફરી
પાટણ, 09 નવેમ્બર (હિ.સ.) પાટણ શહેરના જૂનાગંજ બજાર સ્થિત મોરમારવાડાના નાકા પાસે આવેલા એક ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસના વિસ્તારમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટન
પાટણના જૂનાગંજ બજારમાં ગોડાઉનમાં ભીષણ આગ, વિસ્તારમાં અફરાતફરી


પાટણ, 09 નવેમ્બર (હિ.સ.) પાટણ શહેરના જૂનાગંજ બજાર સ્થિત મોરમારવાડાના નાકા પાસે આવેલા એક ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસના વિસ્તારમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા તાત્કાલિક સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો.

બનાવની જાણ થતાં જ પાટણ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગ અન્ય રહેણાંક કે વ્યાપારી એકમોમાં ન પ્રસરે તે માટે ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરાયા હતા.

આ ઘટનાને પગલે વોર્ડ નંબર 7નાં કોર્પોરેટર માનસી ત્રિવેદી, ભરત ભાટિયા તેમજ ઉસ્માન શેખ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર નિયંત્રણ મેળવવાની કામગીરીમાં સ્થાનિક તંત્ર સાથે સહયોગ આપ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande