પોરબંદરવાસીઓએ હર્ષોલ્લાસ સાથે કરી દિવાળીના પર્વની ઉજવણી
પોરબંદર, 09 નવેમ્બર (હિ.સ.) : દિપોત્સવી પર્વને લઈ પોરબંદર શહેરમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. વર્ષ 2026ની દિવાળીના પર્વે પોરબંદરવાસીઓએ પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. દિવાળીના દિવસે સવારથી જ
પોરબંદર વાસીઓએ હર્ષોલ્લાસ સાથે કરી દિવાળીના  પર્વની ઉજવણી


પોરબંદર વાસીઓએ હર્ષોલ્લાસ સાથે કરી દિવાળીના  પર્વની ઉજવણી


પોરબંદર વાસીઓએ હર્ષોલ્લાસ સાથે કરી દિવાળીના  પર્વની ઉજવણી


પોરબંદર વાસીઓએ હર્ષોલ્લાસ સાથે કરી દિવાળીના  પર્વની ઉજવણી


પોરબંદર વાસીઓએ હર્ષોલ્લાસ સાથે કરી દિવાળીના  પર્વની ઉજવણી


પોરબંદર, 09 નવેમ્બર (હિ.સ.) : દિપોત્સવી પર્વને લઈ પોરબંદર શહેરમાં ભારે

ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. વર્ષ 2026ની દિવાળીના પર્વે

પોરબંદરવાસીઓએ પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. દિવાળીના દિવસે

સવારથી જ બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો હતો. લોકોએ મીઠાઈ, ફટાકડા, કપડાં અને પૂજાની સામગ્રીની ખરીદી કરી

હતી. વેપારી આલમ દ્વારા શુભ મુહૂર્તમાં ચોપડા પૂજન કરી નવા વર્ષમાં વેપાર-ધંધાની

સમૃદ્ધિ અને વૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

સાંજના સમયે લોકોએ ઘરોમાં દીવડાઓ પ્રગટાવી

રોશની કરી હતી, જ્યારે

ઘરઆંગણે રંગોળી બનાવી દિવાળીની ખુશી વ્યક્ત કરી હતી. રાત્રિના સમયે ફટાકડાની

આતશબાજીથી આકાશ રંગબેરંગી રોશનીથી ઝગમી ઉઠ્યું હતું. બાળકો સહિત પરિવારજનોએ ફટાકડા

ફોડી દિવાળીની ઉજવણી કરી હતી. મોડી રાત સુધી શહેરમાં ફટાકડાના અવાજ ગુંજતા રહ્યા

હતા. આમ, પ્રકાશના

પર્વ દિવાળીની ઉજવણીથી પોરબંદર શહેરમાં ખુશી અને ઉત્સાહનો માહોલ છવાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande