ચંદ્રુમાણામાં ગૌરી માતાજીના મંદિર સુધી રૂ.70 લાખના ખર્ચે RCC રોડ તૈયાર
પાટણ, 09 નવેમ્બર (હિ.સ.): પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે શ્રી ગૌરી માતાજીના મંદિર સુધી રૂ.70 લાખના ખર્ચે નવો RCC રોડ તૈયાર કરવામાં આવ્યો છે. આ રોડથી દર્શનાર્થીઓ, ભલગામ તરફ જતા વાહનચાલકો અને ખેડૂતોને અવરજવરમાં મોટી રાહત મળશે. રોડનું ભૂમિપૂજન પૂર્વ ધ
ચંદ્રુમાણામાં ગૌરી માતાજીના મંદિર સુધી રૂ.70 લાખના ખર્ચે RCC રોડ તૈયાર


પાટણ, 09 નવેમ્બર (હિ.સ.): પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે શ્રી ગૌરી માતાજીના મંદિર સુધી રૂ.70 લાખના ખર્ચે નવો RCC રોડ તૈયાર કરવામાં આવ્યો છે. આ રોડથી દર્શનાર્થીઓ, ભલગામ તરફ જતા વાહનચાલકો અને ખેડૂતોને અવરજવરમાં મોટી રાહત મળશે.

રોડનું ભૂમિપૂજન પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં આ કામ માટે રૂ.56 લાખ મંજૂર થયા હતા, પરંતુ રકમ ઓછી પડતાં રજૂઆત બાદ બજેટ વધારીને રૂ.70 લાખ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પણ કામ આગળ વધારવામાં સહયોગ આપ્યો હતો.

જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલે પણ સરકાર અને માર્ગ-મકાન વિભાગ સમક્ષ રજૂઆત કરી હતી. હવે રોડનું કામ પૂર્ણ થતાં સ્થાનિક લોકો, ખેડૂતો અને વાહનચાલકોને અવરજવરમાં સુવિધા મળશે.

દરમિયાન ચંદ્રુમાણાથી કુરેજા ગામ સુધીનો રસ્તો બનાવવા પણ માંગણી કરવામાં આવી છે. બંને ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભામાં ઠરાવ પસાર કરી જિલ્લા પંચાયત સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. આ રસ્તાને ટૂંક સમયમાં મંજૂરી મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande