રાજકોટ: લગ્નની લાલચે દુષ્કર્મ આચરી બીમાર મહિલાને આશ્રમમાં ત્યજી દેનાર નરાધમ રિક્ષાચાલક ઝડપાયો
રાજકોટ, 09 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેરમાં સંબંધોને કલંકિત કરતી અને માનવતાને શર્મસાર કરતી એક અત્યંત નિંદનીય ઘટના સામે આવી છે. થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રિક્ષાચાલકે છૂટાછેડા લીધેલી અને આંચકીની બીમારીથી પીડિત મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથ
દૂષ્કર્મ ની ઘટના


રાજકોટ, 09 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેરમાં સંબંધોને કલંકિત કરતી અને માનવતાને શર્મસાર કરતી એક અત્યંત નિંદનીય ઘટના સામે આવી છે. થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રિક્ષાચાલકે છૂટાછેડા લીધેલી અને આંચકીની બીમારીથી પીડિત મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.

એટલું જ નહીં, મહિલાની તબિયત વધુ લથડતાં અને બીમારીનો ખર્ચ ઉઠાવવાથી બચવા માટે આ નરાધમે તેને નિરાધાર ગણાવી ગોંડલ રોડ પર આવેલા એક સેવાભાવી આશ્રમમાં તરછોડી દીધી હતી. જોકે, આ સમગ્ર પ્રકરણમાં પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આરોપી રિક્ષાચાલકને દબોચી લીધો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, આરોપી મુકેશ સારદીયા વ્યવસાયે રિક્ષાચાલક છે, જ્યારે ભોગ બનનાર મહિલા અગાઉ છૂટાછેડા મેળવી ચૂકી છે અને તેને સંતાનમાં એક પુત્ર પણ છે. થોડા સમય પૂર્વે આરોપીએ બસસ્ટેન્ડ પરથી મહિલાને પોતાની રિક્ષામાં બેસાડી તેના ઘરે પહોંચાડી હતી અને આ મુસાફરી દરમિયાન જ તેની સાથે સંપર્ક વધારી મિત્રતા કેળવી લીધી હતી. મહિલાની પારિવારિક અને સામાજિક સ્થિતિનો તેમજ તેની એકલતાનો ગેરલાભ ઉઠાવીને આરોપીએ તેની સાથે લગ્ન કરવાનું ખોટું આશ્વાસન આપ્યું હતું અને પોતાના જાળમાં ફસાવી હતી.

લગ્નના વાયદાઓ આપીને આરોપીએ મહિલાની સંમતિ વગર તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધો બાંધી દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનાર મહિલાને વારંવાર આંચકી આવવાની ગંભીર બીમારી હોવાથી તેને નિયમિત દવાઓની આવશ્યકતા રહેતી હતી.

સંબંધોના નાટક વચ્ચે જ્યારે મહિલાની દવાઓ પૂરી થઈ ગઈ અને તેની તબિયત વધારે બગડી, ત્યારે તેની સારસંભાળ રાખવા કે દવાઓનો ખર્ચ ઉઠાવવાને બદલે આરોપીએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી અને માનવતાને સંપૂર્ણપણે નેવે મૂકી દીધી હતી.

આરોપી મુકેશ સારદીયા બીમાર મહિલાને બહાના હેઠળ ગોંડલ રોડ પર આવેલા એક સેવાભાવી આશ્રમ ખાતે લઈ ગયો હતો. ત્યાં તેણે આશ્રમના સંચાલકો સમક્ષ તદ્દન ખોટું અને મનઘડત નિવેદન આપી જણાવ્યું હતું કે આ મહિલા સંપૂર્ણપણે નિરાધાર છે અને દુનિયામાં તેનું કોઈ પણ સગું-વ્હાલું નથી. આ પ્રકારે હીન કક્ષાનું ઝૂઠું બોલીને તે મહિલાને આશ્રમમાં જ મૂકીને રફુચક્કર થઈ ગયો હતો. આશ્રમમાં આશરો મળ્યા બાદ પીડિત મહિલાએ ધીમે-ધીમે પોતાની આપવીતી અને પોતાની સાથે થયેલા અન્યાય તથા વિશ્વાસઘાતની હકીકત આશ્રમના સંચાલકો સમક્ષ ખુલ્લી મૂકી હતી.

મહિલાની વાત સાંભળીને ચોંકી ઉઠેલા આશ્રમના સંચાલકો તાત્કાલિક ધોરણે પીડિતાને સાથે રાખીને થોરાળા પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા. પોલીસે પીડિતાની વિગતવાર ફરિયાદ નોંધીને આરોપી મુકેશ સારદીયા વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કાયદેસરનો ગુનો દાખલ કર્યો હતો.

થોરાળા પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તાત્કાલિક ચપળતા દાખવી ગણતરીના જ કલાકોમાં આરોપી રિક્ષાચાલકને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા સહિતની આગામી કાનૂની કાર્યવાહી તેજ કરી દીધી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande