શિયાળુ પાકનું વાવેતર: જામનગર જિલ્લાના ખેડૂતો માટે બિયારણ, ખાતર અને દવા ખરીદીની આવશ્યક માર્ગદર્શિકા
જામનગર, 09 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના ખેડૂતો માટે શિયાળુ સિઝનમાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી સંદર્ભે નાયબ ખેતી નિયામક દ્વારા અગત્યની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જે છેતરપિંડીથી બચવા અને સારો પાક મેળવવા માટે અત્યંત ઉપયોગી સાબ
શિયાળુ પાકનું વાવેતર: જામનગર જિલ્લાના ખેડૂતો માટે બિયારણ, ખાતર અને દવા ખરીદીની આવશ્યક માર્ગદર્શિકા


જામનગર, 09 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના ખેડૂતો માટે શિયાળુ સિઝનમાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી સંદર્ભે નાયબ ખેતી નિયામક દ્વારા અગત્યની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જે છેતરપિંડીથી બચવા અને સારો પાક મેળવવા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

શિયાળુ સિઝનના આગમન સાથે જ રાજ્યના ખેડૂતો દ્વારા વાવેતરની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાકનું ઉત્તમ ઉત્પાદન મેળવવા માટે ગુણવત્તાયુક્ત બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી પાયાની જરૂરિયાત છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નાયબ ખેતી નિયામકશ્રી જામનગર દ્વારા તમામ ખેડૂતો માટે મહત્વપૂર્ણ સાવચેતીના પગલાં સૂચવવામાં આવ્યા છે, જેથી બજારમાં સક્રિય લેભાગુ તત્વોથી બચી શકાય અને આર્થિક નુકસાન અટકી શકે.

ખેડૂતોએ હંમેશા અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા નોંધાયેલા ખાનગી વિક્રેતાઓ પાસેથી જ કૃષિ ઇનપુટ્સની ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. ક્યારેય પણ લાયસન્સ વગરના ફેડિયાઓ, અજાણ્યા વ્યક્તિઓ કે શંકાસ્પદ પેઢીઓ પાસેથી ઓછી કિંમતના લોભમાં આવીને બિયારણ કે ખાતર ખરીદવા નહીં. બજારમાં વેચાતા નકલી કે અનધિકૃત ઉત્પાદનો ખેડૂતોની મહેનત અને પાક બંનેને નિષ્ફળ બનાવી શકે છે.

ખરીદી કરતી વખતે વેપારી પાસેથી લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું, ખરીદેલ બિયારણ કે દવાના નામ સાથેનો લોટ નંબર દર્શાવતું સહીવાળું પાકું બિલ અચૂક લેવું જરૂરી છે. કોઈપણ સંજોગોમાં એક્સપાયરી ડેટ એટલે કે મુદત પૂરી થઈ ગઈ હોય તેવા ઇનપુટ્સ લેવા નહીં. હંમેશા વૈજ્ઞાનિક અભિગમ અને ભલામણ મુજબના જથ્થામાં જ ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો હિતાવહ છે.

જો કોઈ જગ્યાએ બિનઅધિકૃત, પ્રતિબંધિત કે ભળતા નામના અમાન્ય બિયારણ કે દવાઓનું વેચાણ થતું નજરે ચડે, તો ખેડૂતોએ તુરંત જ સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ને જાણ કરવી જોઈએ, જેથી સમયસર યોગ્ય પગલાં ભરી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande