જામનગર (શહેર) અને કાલાવડમાં 25મીએ યોજાશે સ્વાગત કાર્યક્રમ: 13મી સુધી અરજી કરી શકાશે
જામનગર, 09 નવેમ્બર (હિ.સ.) : નાગરિકોના સ્થાનિક પ્રશ્નોનું અસરકારક અને ન્યાયિક નિવારણ થાય તે માટે આગામી 25 નવેમ્બર 2026 બુધવારે સવારે 11:00 વાગ્યાથી જામનગર (શહેર) અને કાલાવડ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. જામનગર (શહેર) માટે
સ્વાગત કાર્યક્રમ


જામનગર, 09 નવેમ્બર (હિ.સ.) : નાગરિકોના સ્થાનિક પ્રશ્નોનું અસરકારક અને ન્યાયિક નિવારણ થાય તે માટે આગામી 25 નવેમ્બર 2026 બુધવારે સવારે 11:00 વાગ્યાથી જામનગર (શહેર) અને કાલાવડ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે.

જામનગર (શહેર) માટે પ્રાંત અધિકારી કચેરીના મીટિંગ હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને અને કાલાવડ માટે મામલતદાર કચેરીના મીટિંગ હોલ ખાતે મામલતદારના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાશે. જામનગર શહેર માટે 13 નવેમ્બર અને કાલાવડ માટે આગામી 10 નવેમ્બર સુધીમાં જરૂરી પુરાવા સાથે અરજી સબમિટ કરવાની રહેશે.

આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારોએ 'તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ'ના મથાળા હેઠળ સંબંધિત મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને પૂરતા આધાર-પુરાવા સાથે અરજી મોકલવાની રહેશે. તાલુકા સ્વાગતમાં અરજી કરતાં પહેલાં અરજદારે પોતાના પ્રશ્ન અંગે અગાઉ જવાબદાર અધિકારી, ગ્રામ પંચાયત, તલાટી કે ગ્રામસેવકને લેખિતમાં રજૂઆત કરેલી હોવી જરૂરી છે અને તે અરજી હજુ સુધી અનિર્ણિત રહેલી હોવી જોઈએ.

માત્ર તાલુકા કક્ષાના અધિકારક્ષેત્રમાં આવતા હોય અને સંબંધિત અધિકારીઓ દ્વારા નિર્ણય લઈ શકાય તેવા વિષયો અંગેની અરજીઓ જ આ કાર્યક્રમમાં ગ્રાહ્ય રાખવામાં આવશે. અરજદારે અન્ય કોઈ પ્રતિનિધિ મારફતે રજૂઆત કરાવવાને બદલે પોતે જાતે રૂબરૂ ઉપસ્થિત રહીને પોતાના પ્રશ્નની આધાર-પુરાવા સાથે રજૂઆત કરવાની રહેશે.

નિયમો મુજબ કોઈપણ પ્રકારની સામૂહિક રજૂઆતો સ્વીકારવામાં આવશે નહીં અને અરજદાર માત્ર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે. નીતિવિષયક કે અદાલતી બાબતો આ કાર્યક્રમના વ્યાપ બહાર રહેશે, તેથી નિયમોનું પાલન કરીને જ અરજીઓ રજૂ કરવાની રહેશે.

જામનગર શહેર અને કાલાવડ તાલુકાના તમામ નાગરિકોને પોતાના લાંબા સમયથી પડતર અને સ્થાનિક પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે આ તાલુકા સ્વાગત કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande