

પોરબંદર , 09 નવેમ્બર (હિ.સ.) દિવાળીના પર્વ નિમિત્તે પોરબંદરમાં મંત્રી
અર્જુન મોઢવાડિયાએ અનોખી રીતે વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક કર્યો હતો.
મંત્રીએ પોરબંદરના બજારમાં સ્થાનિક વેપારીઓ અને રેકડી ધારકો પાસેથી દિવાળીની ખરીદી
કરી હતી. આ સાથે જ તેમણે નાગરિકોને પણ તહેવારોની ખરીદી સ્થાનિક વેપારીઓ પાસેથી જ
કરીને સ્વદેશી અને સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી.
આ દરમિયાન મંત્રી અર્જુન મોઢવાડિયાની
સાદગીના પણ દર્શન થયા હતા. કોઈ પણ જાતના સુરક્ષા કાફલા કે દેખાડા વગર તેઓ સામાન્ય
નાગરિકની જેમ બાઇક ચલાવીને બજારમાં નીકળ્યા હતા. બજારમાં ખરીદી દરમિયાન તેમણે
સ્થાનિક વેપારીઓ સાથે આત્મીયતાથી સંવાદ પણ કર્યો હતો.
એટલું જ નહીં, સામાન્ય માણસની જેમ જાહેર સ્થળે બેસીને
ચાની ચૂસકી માણતા પણ જોવા મળ્યા હતા. મંત્રીનો આ સાદગીભર્યો અંદાજ અને સ્થાનિક
વેપારીઓ પ્રત્યેનો લગાવ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. દિવાળીના પર્વે સ્થાનિક
બજારને પ્રોત્સાહન આપવાનો તેમનો આ પ્રયાસ વોકલ ફોર લોકલના સંદેશને વધુ મજબૂત બનાવે
છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya