રતિલાલજી મહારાજની જન્મસ્મૃતિ અને દિવાળી પર્વે અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા જીવદયા અને માનવતાની અનોખી સેવા
ભાવનગર, 09 નવેમ્બર (હિ.સ.) : ભાવનગરમાં દિવાળીના પાવન પર્વ અને તપસમ્રાટ ગુરુદેવ રતિલાલ મહારાજની જન્મસ્મૃતિ નિમિત્તે અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા જીવદયા અને માનવતાનું અનોખું સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રસંત પરમ નમ્રમુનિ ગુરુદેવની પ્રેરણાથી ભ
સેવા ની પ્રવૃત્તિઓ


ભાવનગર, 09 નવેમ્બર (હિ.સ.) : ભાવનગરમાં દિવાળીના પાવન પર્વ અને તપસમ્રાટ ગુરુદેવ રતિલાલ મહારાજની જન્મસ્મૃતિ નિમિત્તે અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા જીવદયા અને માનવતાનું અનોખું સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રસંત પરમ નમ્રમુનિ ગુરુદેવની પ્રેરણાથી ભારતભરમાં વિવિધ સ્થળોએ જીવદયા અને માનવતાના કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ભાવનગરમાં પણ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

અબોલ જીવો પ્રત્યે અનંત કરુણા અને વાત્સલ્ય ધરાવતા તપસમ્રાટ ગુરુદેવ રતિલાલ મહારાજની જન્મસ્મૃતિ અને દિવાળી પર્વ નિમિત્તે ભાવનગરની ગૌશાળામાં 150 કિલો જેટલી ગળી રોટલી અર્પણ કરવામાં આવી હતી. આ સેવાકાર્યના માધ્યમથી ગૌમાતાઓને દિવાળીના પર્વે વિશેષ આહાર અર્પણ કરી તેમનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું.

આ ઉપરાંત દિવાળીના દિવસોમાં રસ્તાઓ અને ફૂટપાથ પર રહીને દીવા, સ્ટીકર, ફટાકડા સહિતની વિવિધ વસ્તુઓનું વેચાણ કરતા આશરે 800 જેટલા નાના વેપારીઓને ફૂડ પેકેટ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. તહેવારોના દિવસોમાં આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નાના વેપારીઓને ભોજન અને મીઠાઈ અર્પણ કરીને તેમના જીવનમાં પણ દિવાળીની ખુશીનો પ્રકાશ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આમ, જીવદયા અને માનવસેવાના ઉમદા હેતુ સાથે આયોજિત આ સેવાકાર્યમાં ભાવનગર અર્હમ યુવા સેવા ગ્રુપના ભાવિકોએ ઉત્સાહપૂર્વક સહભાગી બની જહેમત ઉઠાવી હતી. સેવા, કરુણા અને સંવેદનાના માધ્યમથી અનેક જીવો અને પરિવારો માટે દિવાળીનો પર્વ યાદગાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande