સાવરકુંડલામાં 100 વર્ષ જૂનો, ઐતિહાસિક વારસો દિવાળીની રાત્રે જામી ‘ઈંગોરિયાની લડાઈ
સળગતા ઈંગોરિયા-કોકડા એકબીજા તરફ ફેંક્યાં - અમદાવાદ-મુંબઈ-કોલકાતા સાથે વિદેશથી લોકો 100 વર્ષ જૂની પરંપરાગત રમત જોવા આવ્યા અમરેલી,09 નવેમ્બર (હિ.સ.) દેશભરમાં દિવાળીના તહેવારની શરૂઆત વાકબારસ થી થઈ જાય છે. વિવિધ સમાજમાં ઉજવણી વિવિધ રીતે કરવા
100-year-old historical heritage in Savarkundla, 'Battle of Ingoria', held on Diwali night


100-year-old historical heritage in Savarkundla, 'Battle of Ingoria', held on Diwali night


- સળગતા ઈંગોરિયા-કોકડા એકબીજા તરફ ફેંક્યાં

- અમદાવાદ-મુંબઈ-કોલકાતા સાથે વિદેશથી લોકો 100 વર્ષ જૂની પરંપરાગત રમત જોવા આવ્યા

અમરેલી,09 નવેમ્બર (હિ.સ.) દેશભરમાં દિવાળીના તહેવારની શરૂઆત વાકબારસ થી થઈ જાય છે. વિવિધ સમાજમાં ઉજવણી વિવિધ રીતે કરવામાં આવે છે, પરંતુ ખેડા અને અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે ઉજવણીનો માહોલ તદ્દન અનોખો જ જોવા મળે છે. અહીં વર્ષો જૂની પરંપરા મુજબ યુવાનો દ્વારા રોમાંચક ‘ઈંગોરિયાની લડાઈ’ યોજવામાં આવે છે.

સળગતા આગના ગોળા એકબીજા પર ફેંકતા યુવાનોને જોઈને કોઈ યુદ્ધમેદાન જેવો માહોલ ઊભો થાય છે, પરંતુ આ કોઈ હિંસા કે યુદ્ધ નથી પણ સાવરકુંડલાની આગવી સાંસ્કૃતિક ઓળખ બની ગયેલી પરંપરાગત રમત છે.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, ઈંગોરિયા અને કોકડા વડે રમાતી આ રમતનો ઈતિહાસ, 100 વર્ષથી પણ વધુ જૂનો છે. અગાઉ આ લડાઈ સાવર અને કુંડલા એમ બે વિસ્તાર વચ્ચે યોજાતી હતી. સમય સાથે તેનું સ્વરૂપ બદલાયું છે અને હવે યુવાનો શહેરના નાવલી ચોક, રાઉન્ડ વિસ્તાર તથા દેવળા ગેટ સહિતના વિવિધ ચોકમાં એકત્ર થઈને આ રમત રમે છે. શિવાકાશીના આધુનિક ફટાકડાના બદલે સ્થાનિક સ્તરે પરંપરાગત રીતે તૈયાર કરાતા ઈંગોરિયા અને કોકડા આ રમતનું મુખ્ય આકર્ષણ રહે છે.

સાવરકુંડલાના યુવાનો માટે, આ રમત માત્ર મનોરંજન નહીં પરંતુ પેઢી દર પેઢી ચાલી આવતી લાગણી અને વારસો છે. અમદાવાદ, મુંબઈ, કોલકાતા અને રાજકોટ તેમજ વિદેશમાં સ્થાયી થયેલા સાવરકુંડલાના લોકો દિવાળી પર ખાસ પોતાના વતન પરત ફરે છે. આ અનોખી રમતને રમવા અને નિહાળવા માટે દેશના ખૂણે-ખૂણેથી અને વિદેશથી પણ લોકો સાવરકુંડલા આવે છે, જેના કારણે દિવાળીની રાત્રે સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ સર્જાય છે.

આધુનિક સમય વચ્ચે પણ કોઈ જાનહાનિ વગર સુરક્ષિત રીતે જાળવી રખાયેલી આ પરંપરા સાવરકુંડલાને દેશભરમાં એક અલગ અને વિશિષ્ટ ઓળખ અપાવે છે.

ઈંગોરિયું એક પ્રકારનું ફળ છે, જેનો આકાર ચીકુ જેવો હોય છે. અગાઉ આ ફળને સૂકવીને તેનો ઉપયોગ પરંપરાગત રમતમાં કરવામાં આવતો હતો. જોકે, સમય જતાં ઈંગોરિયાનાં વૃક્ષો ઘટતાં તેની ઉપલબ્ધતા પણ ઓછી થઈ છે.

પરિણામે હવે ઈંગોરિયાના વિકલ્પ તરીકે કાગળનાં પૂઠાંમાંથી તૈયાર કરવામાં આવતાં કોકડાનો ઉપયોગ વધી રહ્યો છે

ઈંગોરિયાનાં વૃક્ષો લુપ્ત થવાને કારણે હવે પરંપરાગત ફળ સરળતાથી મળતું નથી. આથી કારીગરો દ્વારા કાગળનાં પૂઠાંમાંથી, કોકડા તૈયાર કરવામાં આવે છે. વેપારી પ્રકાશભાઈ ગેડિયાના જણાવ્યા મુજબ, કોકડા તૈયાર કરવા માટે કોલસા સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. આ સામગ્રીની પ્રક્રિયા બાદ તેને તૈયાર કરવામાં ઘણી મજૂરી લાગે છે. સાવરકુંડલામાં દિવાળીના આશરે બે મહિના પહેલાંથી જ આ કામ શરૂ થઈ જાય છે અને શહેરનાં અનેક ઘરોમાં તેની તૈયારીઓ જોવા મળે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande