અમદાવાદમાં સાયન્સ સિટી વિસ્તારમાં, બે જૂથ વચ્ચે ધોકાવાળી,3 રાઉન્ડ ફાયરિંગ
ફટાકડા ફોડવાની બાબતે બબાલ,તહેવારમાં ગુંડાઓએ પોશ વિસ્તારને બાનમાં લીધો અમદાવાદ,09 નવેમ્બર (હિ.સ.) ગુજરાત સહિત દેશભરમાં ગઈકાલે રવિવારે દિવાળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવ્યો હતો. ત્યારે ખુશીઓના આ તહેવાર પર ગુજરાતમાં કેટલીક જગ્યાએથી
Fight breaks out between two groups in Science City area of Ahmedabad


- ફટાકડા ફોડવાની બાબતે બબાલ,તહેવારમાં ગુંડાઓએ પોશ વિસ્તારને બાનમાં લીધો

અમદાવાદ,09 નવેમ્બર (હિ.સ.) ગુજરાત સહિત દેશભરમાં ગઈકાલે રવિવારે દિવાળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવ્યો હતો. ત્યારે ખુશીઓના આ તહેવાર પર ગુજરાતમાં કેટલીક જગ્યાએથી બબાલના સમાચાર પણ સામે આવ્યા છે.

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર દિવાળીની રાતે ફટાકડા ફોડવા જેવી બાબતે મારામારી થઈ હતી. સાયન્સ સિટી રોડ પર આવેલી એમ્પાયર સ્કાયવ્યુ સોસાયટીની બહાર ફટાકડા ફોડવાની ના પાડતા 20થી 25 લોકાના ટોળાએ લાકડી અને ધોકાથી સોસાયટીના સભ્યો પર હુમલો કર્યો હતો.

આ હુમલા દરમિયાન સોસાયટીના એક સભ્યએ સ્વબચાવમાં 3 રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. આ બનાવને પગલે સાયન્સ સિટી વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. હાલ બોડકદેવ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ શહેરના સાયન્સ સિટી રોડ પર આવેલી એમ્પાયર સ્કાયવ્યુ સોસાયટીના બહાર કેટલાક યુવકો ફટાકડા ફોડી રહ્યા હતા, જે સોસાયટીના સભ્યની ઉપર પડતા ફટાકડા ફોડવાની ના પડી હતી. આ સમયે યુવકોએ ઉશ્કેરીઈને ઝઘડો કરી અન્ય લોકોને બોલાવતા 20થી 25 લોકોના ટોળાએ લાકડી-ધોકા સાથે આવી સોસાયટીના સભ્યો પર હુમલો કર્યો હતો.

જાહેરમાં બન્ને જૂથો વચ્ચે મારામારી થતા નાસભાગ મચી ગઈ હતી. આ હુમલામાં સોસાયટીના ચારથી પાંચ સભ્ય ઇજાગ્રસ્ત થયા હતા. સોસાયટીના સભ્યો પૈકી એક વ્યક્તિએ હુમલા દરમિયાન સ્વબચાવમાં હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યા હતા. સમગ્ર મામલે બોડકદેવ પોલીસે 15 સામે ગુનો નોંધ્યો છે.

સાયન્સ સિટી રોડ પર આવેલી એમ્પાયર સ્કાયવ્યુ સોસાયટીમાં રહેતા જીગર પટેલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 6 નવેમ્બરે રાતે તેમની સોસાયટીની બહાર પ્રાંશુ કોટાવાડ, અર્જુન દેસાઈ અને વિશ્વાસ કાલી નામના ત્રણ યુવક ફટાકડા ફોડી રહ્યા હતા. જે ફટાકડા ઉડીને સોસાયટીના સભ્યો પર આવતા જીગરભાઈએ ફટાકડા ફોડવાની ન પાડી હતી, છતાં યુવકો ફટાકડા ફોડી રહ્યા હતા.

જે બાદ 8 નવેમ્બરે રાતે ફરીથી આ યુવકો સોસાયટીની બહાર ફટાકડા ફોડવા માટે આવ્યા હતાં. રોકેટ ઉડીને ફરીથી સોસાયટીના સભ્યો પર પડ્યું હતું, જેથી સોસાયટીના સભ્યો ફટાકડા ફોડવાની ના પાડતા યુવકો માન્યા નહોતા અને ફટાકડા ફોડવાનું ચાલુ રાખ્યું હતું. જેમાં ફરીથી રોકેટ ઉડીને સોસાયટીના સભ્યો પર પડતા સોસાયટીના સભ્યોએ ફરીથી ફટાકડા ફોડવાની ના પાડી તો આ ત્રણેય યુવકો ઉશ્કેરાઈને કહેવા લાગ્યા કે, અહીં જ ફટાકડા ફોડીશું થાય તે કરી લો.

આ યુવકોએ અન્ય માણસોને બોલાવી લીધા હતા.

લગભગ 20થી 25 જેટલા માણસો ધોકા જેવા હથિયાર સાથે સોસાયટી આગળ આવી ગયા હતા અને ઝઘડો કરી બોલાચાલી કરવા લાગ્યા હતા. આ ટોળાએ હુમલો કરતા સોસાયટીના સભ્યોને ઈજા પહોંચી હતી.

જીવલેણ હુમલામાં સોસાયટીના ચારથી પાંચ લોકોને ઇજા પહોંચી હતી. આ દરમિયાન સોસાયટીના રાકેશ પટેલ નામના વ્યક્તિએ સ્વબચાવમાં તેમની પાસે રહેલી લાઇસન્સ વાડી પિસ્તોલમાંથી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. આ ફાયરિંગ કરતા ટોળું ત્યાંથી નાસી ગયું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande