કોંગ્રેસે વિનોદ જાખડને એનએસયુઆઈ ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા
નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી (હિ.સ.). કોંગ્રેસ પાર્ટીએ વિનોદ જાખડને રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘ ભારતીય (એનએસયુઆઈ) ના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂક તાત્કાલિક અમલમાં આવશે. કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલે શુક્રવારે જણાવ્યું હતું
એનએસયુઆઈ


નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી (હિ.સ.). કોંગ્રેસ પાર્ટીએ વિનોદ જાખડને રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘ ભારતીય (એનએસયુઆઈ) ના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂક તાત્કાલિક અમલમાં આવશે.

કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલે શુક્રવારે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષે વિનોદ જાખડને એનએસયુઆઈ ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. પાર્ટીએ ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ વરુણ ચૌધરીના યોગદાન અને સંગઠન માટેના તેમના કાર્યની પ્રશંસા કરી છે.

વિનોદ જાખડ રાજસ્થાનના છે અને અગાઉ રાજ્ય સ્તરે સંગઠનમાં સક્રિય ભૂમિકા ભજવી ચૂક્યા છે. તેમની નિમણૂકને સંગઠનમાં નોંધપાત્ર પરિવર્તન તરીકે જોવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande