રાષ્ટ્રનિર્માણમાં સ્વસ્થ નાગરિકોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ : રાષ્ટ્રપતિ
બુલઢાણા, નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના શિરગાંવમાં રાષ્ટ્રીય આરોગ્ય મેળો 2026નું ઉદ્ઘાટન કર્યું. સંત ગજાનન મહારાજની પવિત્ર ભૂમિ પર આરોગ્ય અને જન કલ્યાણને સમર્પિત કાર્યક્રમનું ઉદ્ઘા
રાષ્ટ્રપતિ નું સ્વાગત કરતા કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી


બુલઢાણા, નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના શિરગાંવમાં રાષ્ટ્રીય આરોગ્ય મેળો 2026નું ઉદ્ઘાટન કર્યું. સંત ગજાનન મહારાજની પવિત્ર ભૂમિ પર આરોગ્ય અને જન કલ્યાણને સમર્પિત કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવા બદલ તેમણે આનંદ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે આપણી પરંપરાએ આરોગ્યમ પરમ સુખમ ની ઘોષણા કરી છે, જેનો અર્થ છે કે, સારું સ્વાસ્થ્ય એ સૌથી મોટું સુખ છે. રાષ્ટ્રનિર્માણમાં સ્વસ્થ નાગરિકોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, આયુષ પ્રણાલીઓ જેમ કે આયુર્વેદ, યોગ, નેચરોપેથી, યુનાની, સિદ્ધ, સોવા-રિગ્પા અને હોમિયોપેથી ફક્ત સારવાર સુધી મર્યાદિત નથી પરંતુ સંતુલિત આહાર, દૈનિક દિનચર્યા, ઋતુગત દિનચર્યા, યોગ અને ધ્યાન પર આધારિત એક સર્વાંગી જીવનશૈલી માળખું પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે આજે વિશ્વને ખ્યાલ આવી રહ્યો છે કે સાચું સ્વાસ્થ્ય ફક્ત શરીર અને મનના સંતુલન દ્વારા જ શક્ય છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે, આયુર્વેદને પ્રકૃતિ પર આધારિત એક કાલાતીત વૈજ્ઞાનિક પરંપરા તરીકે વર્ણવ્યું. તેમણે કહ્યું કે, આપણા ઋષિ-મુનિઓ અને સંતો એવા પ્રથમ સંશોધકો હતા જેમણે પાંચ તત્વો પર આધારિત શરીરવિજ્ઞાનની ઊંડી સમજ વિકસાવી. તેમણે ગુણવત્તા, પ્રામાણિકતા અને સંશોધનને મજબૂત બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો.

કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) પ્રતાપરાવ જાધવે રાષ્ટ્રીય આરોગ્ય મેળાને ભારતીય પરંપરાગત તબીબી પ્રણાલીઓનો મહાકુંભ ગણાવ્યો. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ ફક્ત એક આરોગ્ય શિબિર નથી પરંતુ દેશની સર્વાંગી આરોગ્ય પરંપરાને લોકો સુધી પહોંચાડવા માટેનું રાષ્ટ્રીય અભિયાન છે. તેમણે આયુષ પર્યટનની અપાર સંભાવના પર પ્રકાશ પાડતા કહ્યું કે ભારત સર્વાંગી સુખાકારીના ક્ષેત્રમાં વિશ્વનો મુગટ બની શકે છે. આનાથી રોજગાર સર્જન, ગ્રામીણ અર્થતંત્ર અને ઔષધીય વનસ્પતિઓની ખેતીને પણ વેગ મળશે.

આયુષ મંત્રાલયના સચિવ રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે, આરોગ્ય મેળાઓ જનજાગૃતિ અને અધિકૃત આયુષ પ્રણાલીઓના પ્રદર્શન માટે એક અસરકારક પ્લેટફોર્મ છે. મંત્રાલય ગુણવત્તા, સંશોધન અને વૈશ્વિક સહયોગને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

આ પ્રસંગે રાષ્ટ્રપતિએ, આયુર્વેદ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રતિષ્ઠિત ચિકિત્સકોને લાઈફટાઈમ આયુર્વેદિક ગૌરવ સન્માન અર્પણ કર્યું. સન્માનિત થયેલાઓમાં વૈદ્ય દેવેન્દ્ર ત્રિગુણા, વૈદ્ય રાકેશ શર્મા, આશુતોષ ગુપ્તા, મનીષા કોટકર, પીએમ વૈરિયર અને રામદાસનો સમાવેશ થાય છે.

મેળામાં ઔષધીય વનસ્પતિની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો માટે મફત સલાહ, દવા વિતરણ, નિષ્ણાત વ્યાખ્યાનો અને ખાસ સત્રોનો સમાવેશ થતો હતો. કેન્દ્રીય રાજ્ય મંત્રી રક્ષા ખડસે, અસંખ્ય જનપ્રતિનિધિઓ અને આયુષ નિષ્ણાતો સાથે, આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande