
નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી (હિ.સ.) મંગળવારે યોજાયેલ ભારતીય ચૂંટણી પંચ (ઇસીઆઈ) અને રાજ્ય ચૂંટણી
કમિશનરો (એસઇસી) ની રાષ્ટ્રીય
ગોળમેજી પરિષદમાં રાષ્ટ્રીય ઘોષણા 2026 સર્વાનુમતે અપનાવવામાં આવી હતી. એવો પણ નિર્ણય
લેવામાં આવ્યો હતો કે આવી બેઠક હવે દર વર્ષે યોજાશે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, “27 વર્ષના અંતરાલ પછી યોજાયેલી આ પરિષદમાં 30 રાજ્યોના રાજ્ય
ચૂંટણી કમિશનરોએ ભાગ લીધો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પરિષદની
અધ્યક્ષતા કરી હતી. ચૂંટણી કમિશનરો ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશી પણ
હાજર રહ્યા હતા.”
પરિષદમાં ચૂંટણી પ્રક્રિયાઓને વધુ પારદર્શક અને અસરકારક
કેવી રીતે બનાવવી તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યો સાથે ઇસીઆઇનેટ, ઈવીએમ, મતદાર યાદી
વ્યવસ્થાપન અને તાલીમ સુવિધાઓ શેર કરવા સંમતિ વ્યક્ત કરવામાં આવી હતી. રાજ્ય
ચૂંટણી કમિશનરોએ જણાવ્યું હતું કે,” સચોટ અને અદ્યતન મતદાર યાદીઓ લોકશાહીનો પાયો
છે, અને પારદર્શક
ચૂંટણી પ્રક્રિયા લોકશાહી સંસ્થાઓને મજબૂત બનાવે છે.”
રાષ્ટ્રીય ઘોષણાપત્ર 2026 માં એ પણ નિર્ધારિત કરવામાં આવ્યું હતું કે,” ચૂંટણી
પ્રક્રિયામાં એકરૂપતા સુનિશ્ચિત કરવા માટે પંચાયત અને મ્યુનિસિપલ ચૂંટણીઓ સંબંધિત
કાયદાઓ સંસદ અને વિધાનસભા ચૂંટણીઓ સંબંધિત જોગવાઈઓ સાથે સુમેળ સાધવામાં આવશે.”
ચૂંટણી પંચે રાજ્યોને તેના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં
સક્રિયપણે ભાગ લેવા પણ વિનંતી કરી. પરિષદમાં, રાજ્યો તરફથી મળેલા સૂચનોની સમીક્ષા કરવા માટે કાનૂની અને
તકનીકી અધિકારીઓની સંયુક્ત ટીમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ ટીમ રાજ્યવાર
કાર્ય યોજના તૈયાર કરશે અને ત્રણ મહિનાની અંદર કમિશનને સુપરત કરશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ