
નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ દરમિયાન મોરેશિયસના પ્રધાનમંત્રી ડૉ. નવીનચંદ્ર રામગુલામ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક્સ-પોસ્ટ પર જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત-મોરેશિયસ એડવાન્સ્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બંને દેશો ઉભરતી ટેકનોલોજીનો ઉપયોગ કરીને બંને દેશોના લોકો માટે પ્રગતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા સંમત થયા હતા. બેઠકમાં ખાસ આર્થિક પેકેજ હેઠળ પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી મોદીએ, મોરેશિયસની વિકાસ પ્રાથમિકતાઓ પ્રત્યે ભારતની અતૂટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે, આ સહયોગ વિઝન ઓશન અને ભારતની પાડોશી પ્રથમ નીતિ સાથે સુસંગત છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ