
નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી (હિ.સ.): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે વાતચીત કરી. બંને નેતાઓએ એઆઈ ને સમાવિષ્ટ બનાવવામાં સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકા પર ચર્ચા કરી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક્સ પોસ્ટ પર જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન, બંને નેતાઓએ એઆઈ ને લાભદાયી અને બધા માટે સુલભ બનાવવાના સંયુક્ત રાષ્ટ્રના પ્રયાસો પર ચર્ચા કરી. પ્રધાનમંત્રી મોદીએ ભારતની માનવ-કેન્દ્રિત એઆઈ વિકાસ પહેલનો ઉલ્લેખ કર્યો, જે ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓને ધ્યાનમાં લે છે. તેમણે કહ્યું કે, વૈશ્વિક સંસ્થાઓની સુસંગતતા જાળવવા માટે સુધારા જરૂરી છે.
પ્રધાનમંત્રીએ એક્સ પોસ્ટ પર લખ્યું છે કે, એન્ટોનિયો ગુટેરેસ સાથેની તેમની બેઠકમાં, અમે એઆઈ ને કેવી રીતે સમાવિષ્ટ બનાવવું અને તેમાં સંયુક્ત રાષ્ટ્ર કઈ રચનાત્મક ભૂમિકા ભજવી શકે છે તેની ચર્ચા કરી. ભારત એક સારા ગ્રહ માટે એઆઈ નો ઉપયોગ કરવાના તમામ પ્રયાસોને સમર્થન આપે છે. બેઠકમાં UN સુધારાઓ, ખાસ કરીને ગ્લોબલ સાઉથને વધુ અવાજ આપવાના મુદ્દા પર પણ ચર્ચા થઈ.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ