ઇમ્ફાલ પૂર્વમાં, શસ્ત્રો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો જપ્ત
ઇમ્ફાલ પૂર્વ, નવી દિલ્હી, 21 ફેબ્રુઆરી (હિ.સ.) સુરક્ષા દળોએ શુક્રવારે સાંજે મણિપુરના ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના પોરમપત પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ચિંગરખેઈ ચિંગની તળેટીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને શસ્ત્રો અને વિસ્ફોટકોનો
હથિયાર


ઇમ્ફાલ પૂર્વ, નવી દિલ્હી, 21 ફેબ્રુઆરી

(હિ.સ.) સુરક્ષા દળોએ શુક્રવારે સાંજે મણિપુરના ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના પોરમપત

પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ચિંગરખેઈ ચિંગની તળેટીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું

અને શસ્ત્રો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.

પોલીસ પ્રવક્તાએ શનિવારે જણાવ્યું હતું કે,” આ કાર્યવાહી

દરમિયાન સુરક્ષા દળોએ મેગેઝિન સાથે .303 રાઇફલ, .22 રાઇફલ અને 9 એમએમ એસએમજી કાર્બાઇન મેગેઝિન જપ્ત કર્યા હતા. આ ઉપરાંત, બે નંબર 36 હેન્ડ ગ્રેનેડ, એક ઇમ્પ્રુવાઇઝ્ડ

બોમ્બ અને એક ડબ્લ્યુપીનંબર 80 એમકે-1 ગ્રેનેડ પણ, જપ્ત કરવામાં આવ્યા હતા.”

આ કાર્યવાહીમાં વિવિધ કેલિબરના 57 જીવંત કારતૂસ પણ,

જપ્ત કરવામાં આવ્યા હતા. ત્રણ ઘાતક શેલ, બે એસએલઆર

શેલ કેસીંગ, ચાર ઇન્સાંસ મેગેઝિન, એક એસએલઆર મેગેઝિન, એક પિસ્તોલ

મેગેઝિન, બે ટ્યુબ લોન્ચર

અને બે .303 ચાર્જર ક્લિપ્સ

પણ જપ્ત કરવામાં આવ્યા હતા. સુરક્ષા દળોએ તમામ જપ્ત કરાયેલા શસ્ત્રો અને

વિસ્ફોટકોનો કબજો મેળવ્યો છે.

આગળની વધુ તપાસ ચાલુ છે.....

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અરવિંદ રાય

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande