પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારની તબિયત ફરી બગડી, પુણેની હોસ્પિટલમાં દાખલ
મુંબઈ, નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી (હિ.સ.). પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારની તબિયત રવિવારે ફરી બગડી, ત્યારબાદ તેમને પુણેની રૂબી હોલ ક્લિનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. શરદ પવાર આગામી બે દિવસ હોસ્પિટલમાં રહેશે. રૂબી હોલ ક્લિનિક હોસ્પિટલના ડોક્ટરે
પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવાર


મુંબઈ, નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી (હિ.સ.). પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારની તબિયત રવિવારે ફરી બગડી, ત્યારબાદ તેમને પુણેની રૂબી હોલ ક્લિનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. શરદ પવાર આગામી બે દિવસ હોસ્પિટલમાં રહેશે.

રૂબી હોલ ક્લિનિક હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે, શરદ પવાર ઉલ્ટીને કારણે ડિહાઇડ્રેશન થઈ ગયુ છે. તેથી તેઓ સારવાર માટે આગામી બે દિવસ હોસ્પિટલમાં રહેશે. શરદ પવારની તબિયત હવે સંપૂર્ણપણે સ્થિર અને સારી છે.

શરદ પવારની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલેએ જણાવ્યું કે, શરદ પવારને આજે અચાનક ઉલટી થઈ, જેના કારણે તેઓ અસ્વસ્થ અનુભવતા હતા. આ પછી, રૂબી હોલ ક્લિનિકના ડોક્ટરોને તાત્કાલિક બોલાવવામાં આવ્યા. ડોક્ટરોની સલાહ પર, શરદ પવારને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુપ્રિયા સુલેએ પાર્ટીના કાર્યકરોને હોસ્પિટલમાં ન જવા અપીલ કરી છે.

શરદ પવારને તાજેતરમાં રૂબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શરદ પવારને 14 ફેબ્રુઆરીએ આ જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમણે હોસ્પિટલમાં સીટી સ્કેન અને અન્ય જરૂરી પરીક્ષણો કરાવ્યા હતા. ડોક્ટરોએ શરદ પવારને આરામ કરવાની સલાહ આપી છે.

હિન્દુસ્થાન સમાચાર/રાજ બહાદુર યાદવ/સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande