
જમ્મુ, નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી (હિ.સ.). રવિવારે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના એક દૂરના વિસ્તારમાં સુરક્ષા દળો સાથેના ઓપરેશનમાં એક આતંકવાદી ઠાર મરાયો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચતરુ પટ્ટામાં પાસરકુટના જનરલ વિસ્તારમાં એક માટીના મકાનમાં જૈશ-એ-મોહમ્મદના બે પાકિસ્તાની આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી વહેલી સવારે મળી હતી. ત્યારબાદ, સેના, પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આતંકવાદીઓએ નજીક આવી રહેલા સૈનિકો પર ગોળીબાર કર્યો, જેના કારણે સવારે 10:30 વાગ્યાની આસપાસ એન્કાઉન્ટર શરૂ થયું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચાલુ ઓપરેશનમાં અત્યાર સુધીમાં એક આતંકવાદી ઠાર મરાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ