આસામના હૈલાકાંદીમાં, 5 કરોડની યાબા ટેબ્લેટ્સ સાથે બે દાણચોરોની ધરપકડ
હૈલાકાંડી (આસામ), નવી દિલ્હી,23 ફેબ્રુઆરી (હિ.સ.) આસામમાં ચાલી રહેલા ડ્રગ વિરોધી અભિયાનના ભાગ રૂપે, હૈલાકાંદી પોલીસે સોમવારે મોટી સફળતા મેળવી, આશરે 5 કરોડ રૂપિયાની યાબા ટેબ્લેટ્સ જપ્ત કરી અને બે કથિત દાણચોરોની ધરપકડ
ડ્રગ્સ


હૈલાકાંડી (આસામ), નવી દિલ્હી,23 ફેબ્રુઆરી

(હિ.સ.) આસામમાં ચાલી રહેલા ડ્રગ વિરોધી અભિયાનના ભાગ રૂપે, હૈલાકાંદી પોલીસે

સોમવારે મોટી સફળતા મેળવી,

આશરે 5 કરોડ રૂપિયાની

યાબા ટેબ્લેટ્સ જપ્ત કરી અને બે કથિત દાણચોરોની ધરપકડ કરી.

ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, પોલીસ ટીમે જિલ્લાના બોઆલગઢ ફર્સ્ટ બ્લોક

વિસ્તારમાં, એક ખાસ કાર્યવાહી હાથ ધરી. આ કામગીરી દરમિયાન, એમઝેડ-01આર-6434 નંબરનું એક

શંકાસ્પદ મહિન્દ્રા ટીયુવીવાહન રોકવામાં આવ્યું.

વાહનની સઘન તપાસ કરતાં, પોલીસે પ્રતિબંધિત માદક દ્રવ્ય છુપાવતું એક ખાસ રચાયેલ

ગુપ્ત ચેમ્બર શોધી કાઢ્યું. આ ગુપ્ત ચેમ્બરમાંથી, પોલીસે કુલ 1.21 લાખ યાબા ટેબ્લેટ્સ જપ્ત કરી, જે 12 અલગ-અલગ

પેકેટમાં પેક કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર,’જપ્ત કરાયેલી માદક દ્રવ્ય ગોળીઓની અંદાજિત બજાર કિંમત આશરે 5 કરોડ રૂપિયા

હોવાનો અંદાજ છે. આ વર્ષે જિલ્લામાં આ સૌથી મોટી જપ્તીમાંની એક માનવામાં આવે છે.’

આ કેસમાં પોલીસે સ્થળ પરથી બે વ્યક્તિઓ, મિસ માર્ચી પિલ્લઈ

અને થોંગજાગીન હાઓકિપની ધરપકડ કરી હતી. બંને હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને પૂછપરછ

કરવામાં આવી રહી છે. આ કન્સાઈનમેન્ટ કોઈ મોટા આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય દાણચોરી

નેટવર્ક સાથે જોડાયેલ છે કે, કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande