આસામના કછારમાં, આશરે 3 કરોડ રૂપિયાની કિંમતની યાબા ટેબલેટ્સ જપ્ત,બે દાણચોરોની ધરપકડ
કછાર (આસામ), નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી (હિ.સ.) આસામના કછાર જિલ્લાના જીરીઘાટ વિસ્તારમાં, ડ્રગ્સ સામેના ખાસ ઓપરેશન દરમિયાન પોલીસે મોટી માત્રામાં યાબા ટેબ્લેટ્સ જપ્ત કરી છે. આ ઓપરેશનમાં બે કથિત દાણચોરોની ધરપકડ કરવામાં આવી.
આસામ


કછાર (આસામ), નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી

(હિ.સ.) આસામના કછાર જિલ્લાના જીરીઘાટ વિસ્તારમાં, ડ્રગ્સ સામેના ખાસ ઓપરેશન

દરમિયાન પોલીસે મોટી માત્રામાં યાબા ટેબ્લેટ્સ જપ્ત કરી છે. આ ઓપરેશનમાં બે કથિત

દાણચોરોની ધરપકડ કરવામાં આવી.

સોમવારે પોલીસ પ્રવક્તાએ આપેલી માહિતી અનુસાર, એક બોલેરો પિકઅપ

વાહનમાંથી 10,000 યાબા ગોળીઓ જપ્ત

કરવામાં આવી. જપ્ત કરાયેલી ગોળીઓની બજાર કિંમત અંદાજે 3 કરોડ રૂપિયા છે.

ધરપકડ કરાયેલા દાણચોરોની ઓળખ ખુમ્બા અને કે. નામથુઈદિનાંગ

રોંગમેઈ તરીકે કરવામાં આવી છે, બંને મણિપુરના રહેવાસી છે. પોલીસે કેસ નોંધીને ઘટનાની તપાસ

શરૂ કરી છે, અને તે નક્કી

કરવાનો પ્રયાસ કરી રહી છે કે, આ માલ ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો અને તે ક્યાં

પહોંચાડવાનો હતો.

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande