આંધ્રપ્રદેશ પોલીસે, પટનામાં બિહાર અગ્નિ સમન સર્વિસના ઇન્સ્પેક્ટર જનરલ (આઇજી) એમ. સુનિલ નાયકના નિવાસસ્થાન પર છાપામારી કરી
પટના, નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી (હિ.સ,) આંધ્રપ્રદેશ પોલીસની એક ટીમે સોમવારે સવારે બિહારની રાજધાની પટનામાં, બિહાર અગ્નિ સમન સર્વિસના ઇન્સ્પેક્ટર જનરલ (આઇજી) એમ. સુનિલ કુમાર નાયકના સત્તાવાર નિવાસસ્થાન પર દરોડો પાડ્યો. શાસ્ત્
છાપામારી


પટના, નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી (હિ.સ,)

આંધ્રપ્રદેશ પોલીસની એક ટીમે સોમવારે સવારે બિહારની રાજધાની પટનામાં, બિહાર અગ્નિ

સમન સર્વિસના ઇન્સ્પેક્ટર જનરલ (આઇજી) એમ. સુનિલ કુમાર નાયકના સત્તાવાર નિવાસસ્થાન

પર દરોડો પાડ્યો. શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમના સત્તાવાર

નિવાસસ્થાને પહોંચેલી ટીમ ઘણા કલાકો સુધી તેમની પૂછપરછ કરી રહી છે. ઘટનાસ્થળે

સ્થાનિક પોલીસ દળો પણ તૈનાત છે, અને સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સમગ્ર મામલો આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લાના નરસાપુરમ સાથે

સંબંધિત છે. 2021 માં, ભૂતપૂર્વ સાંસદ

રઘુરામ કૃષ્ણ રાજુ પર તેમની ધરપકડ દરમિયાન કસ્ટડીમાં હુમલો અને ત્રાસ આપવામાં

આવ્યો હતો. તે સમયે, એમ. સુનિલ નાયક

આંધ્રપ્રદેશમાં સીઆઈડીમાં તૈનાત હતા.

રઘુરામ કૃષ્ણ રાજુએ આરોપ લગાવ્યો હતો કે,” તેમની ધરપકડ

તત્કાલીન સીઆઈડી ડીઆઈજી એમ. સુનિલ નાયકના નિર્દેશ પર, કરવામાં આવી હતી અને તેમની

સાથે કસ્ટોડિયલ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ મામલે નાગરમ પોલમ પોલીસ

સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.”

કોર્ટના આદેશ બાદ, સુનીલ કુમાર નાયક વિરુદ્ધ કેસ નોંધવામાં

આવ્યો હોવાનું જાણવા મળે છે. આંધ્ર પ્રદેશ પોલીસની એક ટીમ પટના આવી છે, જ્યાં તેમના

જામીન રદ થાય તો, તેમની ધરપકડ કરવામાં આવશે. હાલમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી

છે.

દરોડા દરમિયાન પટનાના સેન્ટ્રલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ, સચિવાલય એસડીપીઓ-2 અને સ્થાનિક

પોલીસ દળ હાજર હતા. આઈજીના સત્તાવાર નિવાસસ્થાનની બહાર મોટી સંખ્યામાં પોલીસ

કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. વિસ્તારમાં જાહેર અવરજવર પર પણ નજર રાખવામાં

આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, એમ. સુનીલ નાયક 2019માં આંધ્ર

પ્રદેશમાં પ્રતિનિયુક્તિ પર ગયા હતા અને લગભગ ત્રણ વર્ષ સુધી ત્યાં સેવા આપી હતી. 2024માં તેલુગુ દેશમ

પાર્ટીની સરકાર બન્યા પછી તેઓ બિહાર પાછા ફર્યા હતા. તેઓ બિહાર કેડરના 2005 બેચના આઈપીએસ અધિકારી

છે અને હાલમાં બિહાર ફાયર સર્વિસના આઈજીતરીકે સેવા આપે છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર,”આંધ્ર પ્રદેશ

પોલીસની ટીમ નિવાસસ્થાન સંબંધિત દસ્તાવેજો અને અન્ય પુરાવાઓની તપાસ કરી રહી છે.

ધરપકડની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ કેસમાં આગળની કાનૂની

પ્રક્રિયા અને પોલીસ કાર્યવાહી પર બધાની નજર છે.”

હિન્દુસ્થાન સમાચાર / ગોવિંદ ચૌધરી / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande